પ્રદૂષણ નિયંત્રણઃ શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા મહારાષ્ટ્ર સરકારે ભર્યું મોટું પગલું
મુંબઈ: શહેરમાં કથળતી જતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલનાં વાહનો પર પ્રતિબંધ મૂકીને માત્ર સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનોને મંજૂરી આપવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં સાત સભ્યોની કમિટીની નિમણૂક કરી છે. નિવૃત્ત આઈએએસ અધિકારી સુધીર કુમાર શ્રીવાસ્તવની આગેવાની હેઠળની પેનલ 22મી જાન્યુઆરીના સરકારી ઠરાવ (જીઆર) મુજબ ત્રણ મહિનામાં તેમની ભલામણો સાથે અભ્યાસ કરશે અને અહેવાલને સુપરત કરશે.
મહારાષ્ટ્રના પરિવહન કમિશનર, મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક), મહાનગર ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, મહારાષ્ટ્ર સ્ટેટ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (મહાવિતરણ)ના પ્રોજેક્ટ મેનેજર, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (એસઆઈએએમ) અને જોઇન્ટ ટ્રાન્સપોર્ટ કમિશનર (એન્ફોર્સમેન્ટ-1) સભ્ય સચિવ તરીકે અન્ય પેનલના સભ્ય છે. જીઆરમાં જણઆવવામાં આવ્યું છે કે સમિતિને ક્ષેત્રના નિષ્ણાતોને સાથી સભ્યો તરીકે સામેલ કરવા અને તેમની પાસેથી પ્રતિસાદ મેળવવાની સત્તા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પડોશી થાણે, રાયગડ અને પાલઘર જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
Also read: પ્રદૂષણ નિયંત્રણ માટે એસટીની નવતર પહેલઃ હવે પાલઘરમાં એલએનજી બસ દોડાવાશે
9મી જાન્યુઆરીના રોજ એક સુઓમોટો (પોતાની જાતો) જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં બોમ્બે હાઈ કોર્ટે મુંબઈ શહેરમાં ટ્રાફિકની ભીડ અને વધતા જતા પ્રદૂષણ જેને કારણે માનવીના જીવનને થતી ગંભીર અસર તેમ જ પર્યાવરણ અને ટકાઉપણા માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હાઈ કોર્ટે ધ્યાન દોર્યું હતું કે વાહનોનું ઉત્સર્જન વાયુ પ્રદૂષણનો મુખ્ય સ્રોત છે. નોંધ્યું હતું કે મુંબઈમાં વાહનોની સંખ્યા અને પ્રદૂષણને નિયંત્રિત કરવાના વર્તમાન પગલાં અપૂરતાં સાબિત થઇ રહ્યાં છે.
(PTI)