આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું 2026 નું રજાઓનું લિસ્ટ! વર્ષભરમાં મળશે કુલ 24 જાહેર રજાઓ…

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા 2025ના અંતમાં જ 2026માં આવનારી જાહેર રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ રજાઓ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની ધારા 25 હેઠળ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર રાજ્યભરની સરકારી ઓફિસ, સંસ્થા, શાળા, કોલેજ વગેરેમાં આ રજાઓ લાગુ થશે. આવો જોઈએ 2024માં આખા રાજ્યમાં ક્યાં અને કેટલા પબ્લિક હોલિડે જાહર કરવામાં આવ્યા છે, આ સિવાય બેંકો માટે પણ અલગ રજાઓ જાહર કરવામાં આવી છે.

દર વર્ષે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવા વર્ષમાં આવનારી રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. આ જ અનુસંધાનમાં સરકાર દ્વારા હાલમાં 2026માં આવનારા પબ્લિક હોલીડેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. 2026માં કુલ 24 રજાઓ રહેશે. ચાલો નજર કરીએ 2026ના પબ્લિક હોલીડે પર….

2026માં મહારાષ્ટ્રમાં આ દિવસે રહેશે જાહેર રજા-

26મી જાન્યુઆરી, 2026ના સોમવાર ગણતંત્ર દિવસ
15મી ફેબ્રુઆરી, 2026ના રવિવારમહાશિવરાત્રિ
19મી ફેબ્રુઆરી, 2026ના ગુરુવાર છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ
ત્રીજી માર્ચ, 2026ના મંગળવારધૂળેટી
19મી માર્ચ, 2026ના ગુરુવારગૂડી પાડવો
21મી માર્ચ, 2026ના શનિવારરમજાન ઈદ
26મી માર્ચ, 2026ના ગુરુવારરામ નવમી
31મી માર્ચ, 2026વા મંગળવારમહાવીર જન્મકલ્યાણક
ત્રીજી એપ્રિલ, 2026ના શુક્રવારગુડ ફ્રાઈડે
14મી એપ્રિલ, 2026ના મંગળવારડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ
પહેલી મે, 2026ના શુક્રવારમહારાષ્ટ્ર ડે, બુદ્ધ પૌર્ણિમા
28મી મે, 2026ના ગુરૂવારબકરી ઈદ
26મી જૂન, 2026ના શુક્રવારઃમોહર્રમ
15મી ઓગસ્ટ, 2026ના શનિવારસ્વતંત્રતા દિવસ, પારસી નવું વર્ષ
26મી ઓગસ્ટ, 2026ના બુધવારઈદ-એ-મિલાદ
14મી સપ્ટેમ્બર, 2026ના સોમવારગણશે ચતુર્થી
બીજી ઓક્ટોબર, 2026ના શુક્રવારમહાત્મા ગાંધી જયંતિ
20મી ઓક્ટોબર, 2026ના મંગળવારદશેરા
8મી નવેમ્બર, 2026ના રવિવારદિવાળી લક્ષ્મી પૂજા
10મી નવેમ્બર, 2026ના મંગળવારદિવાળી (બલિ પ્રતિપદા)
24મી નવેમ્બર, 2026ના મંગળવારગુરુ નાનક જયંતિ
25મી ડિસેમ્બર, 2026ના શુક્રવારક્રિસમસ

બેંક માટેની ખાસ રજાઃ
પહેલી એપ્રિલ, 2026ના બુધવારઃ યર્લી એકાઉન્ટ ક્લોઝિંગ

રાજ્ય સરકાર અને સ્થાનિક યુનિટ ઓફિસ માટે વધારાની રજા
11મી નવેમ્બર, 2026ના બુધવારઃ ભાઈબીજ

જોઈ લીધી ને 2026ના આવનારી રજાઓની યાદી. આ રજાઓ જોઈને જ હવે તમે પણ તમારા કામ કાજના પ્લાનિંગ એ જ રીતે કરજો, જેથી તમારે આ રજાઓને કારણે હેરાન થવાનો વારો ના આવે. આ સાથે સાથે આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરજો. આવા જ કામના અને બીજા મહત્ત્વના સમાચારો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આ પણ વાંચો…મહારાષ્ટ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા મળી, જમીન વ્યવહારોનો નિકાલ થશે ઝડપી

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button