મહારાષ્ટ્ર સરકારમાં અજબ કારભાર માર્કેટિંગ ડિરેક્ટરે પોતે જ પોતાની નિયુક્તિ કરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારમાં અજબ કારભાર માર્કેટિંગ ડિરેક્ટરે પોતે જ પોતાની નિયુક્તિ કરી

વિપુલ વૈદ્ય

મુંબઈ:
મહારાષ્ટ્રમાં સરકારી કારભારમાં એક અજબ ગજબનો કિસ્સો જોવા મળ્યો હતો. એક માર્કેટિંગ ડિરેક્ટરે પોતે જ પોતાની બઢતીના આદેશ પર સહી કરી હોવાથી હાલ આ કિસ્સો રાજ્યના વહીવટીતંત્રમાં ચર્ચાના ચકડોળે ચડી છે.

મહારાષ્ટ્ર એપીએમસી (કૃષિ ઉત્પન્ન માર્કેટ કમિટી)માં બનેલો આ બનાવ સરકારીતંત્રમાં કેવું લોલમલોલ ચાલે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પુણે એપીએમસીના માર્કેટિંગ ડિરેક્ટર વિકાસ રસાળે 29 ઑગસ્ટના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો અને તેમાં તેમણે જણાવ્યું હતું કે પહેલી સપ્ટેમ્બરથી મુંબઈ એપીએમસીના પ્રશાસકીય અધિકારી તરીકે પુણેના એપીએમસી માર્કેટિંગ ડિરેક્ટર એટલે કે વિકાસ રસાળની નિયુક્તિ કરે છે.

આ પણ વાંચો… એપીએમસી માર્કેટમાં વિદેશી ફળોની ડિમાન્ડમાં વધારો, જાણો શા માટે?

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ એપીએમસી માર્કેટના બધા જ સમિતિ સભ્યોની મુદત 31 ઑગસ્ટ, 2025ના રોજ પૂરી થઈ ગઈ છે. જેને પગલે માર્કેટ સમિતિ પર આ બધા જ પદો હવે ખાલી પડ્યા છે. જ્યાં સુધી એપીએમસી માર્કેટના નવા સંચાલક મંડળની ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી આ પદ ખાલી જ રહેશે.

આવી સ્થિતિમાં માર્કેટ સમિતિના દૈનંદિન કારભાર ચલાવવા માટે પ્રશાસકીય અધિકારીની નિયુક્તિ આવશ્યક હતી અને તેને ધ્યાનમાં રાખીને વિકાસ રસાળે ઉપરોક્ત આદેશ બહાર પાડીને પોતાને જ મુંબઈ એપીએમસીના પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button