મહારાષ્ટ્ર સરકાર ગણેશ ઉત્સવમાં ‘ભજન મંડળો’ને રૂ. 25,000 આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આગામી ગણેશ ઉત્સવમાં વાદ્યો ખરીદવા માટે 1,800 ‘ભજન મંડળો’ (ભક્તિ સંગીત મંડળો)ને રૂ. 25,000નું મૂડી અનુદાન આપશે.
27 ઓગસ્ટથી શરૂ થનારા 10 દિવસના ગણેશ ઉત્સવને આ વર્ષે રાજ્ય ઉત્સવનો દરજ્જો આપવામાં આવ્યો છે.
પત્રકારો સાથે વાત કરતા શેલારે કહ્યું હતું કે, ‘આ પહેલ હેઠળ 1,800 ભજન મંડળોને સંગીતનાં વાદ્યો ખરીદવા માટે રૂ. 25,000નું અનુદાન આપવામાં આવશે. આ નિર્ણય આ ઉત્સવને ઉજવવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો એક ભાગ છે.’
આ પણ વાંચો: ગણેશોત્સવને ‘મહારાષ્ટ્રના રાજ્ય ઉત્સવ’નો દરજ્જો…
ગ્રાન્ટ માટે ઓનલાઈન અરજીઓ 23 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વેબ પોર્ટલ https://mahaanudan.org પર ઉપલબ્ધ રહેશે.
શેલારે ભજન મંડળોને યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.