આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

મતદાનના દિવસે મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને મળશે ખાસ ‘આ’ સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લોકસભાની ચૂંટણી બારણે છે ત્યારે લોકો ઉપરાંત સરકારી કર્મચારીઓમાં પણ મતદાન માટે જાગરૂકતા ફેલાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયત્નના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં મતદાનના દિવસે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને કામગારોને ભર પગારે રજા આપવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. આ અંગેનો આદેશ પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

આદેશમાં જણાવાયા મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મે આ આમ પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. તબક્કાવાર મતદાન દરમિયાન જે તે ક્ષેત્રમાં મતદાન થવાનું હશે એ વિસ્તારના સરકારી કર્મચારીઓને ભર પગારે રજા આપવામાં આવશે. મતદાનની ફરજ દરેક જણ યોગ્ય રીતે બજાવે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારે બહાર પાડેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો:
Attention Voters: મતદાર કાર્ડ ઉપરાંત આ 12 પુરાવાઓ પણ રહેશે માન્ય, એનઆરજી પણ કરી શકે છે મતદાન

આ આદેશ બધા જ ઉદ્યોગ સમૂહ, મહામંડળ, સરકારી સંસ્થા, સરકારી કંપનીઓ અને સરકારી ઔદ્યોગિક ઉપક્રમોને લાગુ થશે. જો કોઇ અત્યંત મહત્ત્વપૂર્ણ કારણોસર કર્મચારી કે અધિકારીને આખા દિવસની રજા ન આપી શકાય તો પણ મતદાનની ફરજ બજાવવા માટે તેમને અડધા દિવસની અથવા તો ઓછામાં ઓછા બે કલાકની રજા આપવામાં આવે, તેમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

આ માટે સંબંધિત જિલ્લાધિકારી અથવા તો ચૂંટણી અધિકારીની પરવાનગી લેવી જરૂરી હશે. સરકારી કર્મચારીઓને મતદાન કરવા માટે ઓછામાં ઓછા બે કલાકની પરવાનગી આપવામાં આવે તેની ખાતરી કરવામાં આવે તે ફરજિયાત હોવાનું આદેશમાં જણાવવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત