મહારાષ્ટ્ર સરકારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી છૂટછાટોને મંજૂરી આપી | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર સરકારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી છૂટછાટોને મંજૂરી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અને અન્ય એજન્સીઓ વચ્ચેના લીઝ કરારો માટે સ્ટેમ્પ ડ્યુટી છૂટછાટોને મંજૂરી આપી હતી.
મધ્ય મુંબઈમાં સ્થિત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી પૈકીની એક ધારાવીના સંકલિત પુનર્વિકાસ માટે એક એસપીવીની સ્થાપના કરવામાં આવી છે.

પુન:વિકાસ પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને અદાણી જૂથ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
પુન:વિકાસ-પુનર્વસન યોજનાને આવશ્યક શહેરી અને ખાસ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે અને આવા પ્રોજેક્ટ્સ માટે સ્ટેમ્પ ડ્યુટી છૂટછાટો અથવા મુક્તિ આપવાની નીતિને પહેલેથી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, એમ મુખ્ય પ્રધાનની કચેરીના એક નિવેદનમાં જણાવાયું છે.

નવી નીતિ અનુસાર, નવી દિલ્હીની રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) અને મુંબઈની ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અથવા સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) વચ્ચે સબ-લીઝ કરારો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટછાટો આપવા માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

નિવેદનમાં જણાવાયું છે કે, કેબિનેટ પ્રોજેક્ટને વેગ આપવાના ઉદ્દેશથી સ્ટેમ્પ ડ્યુટી ક્ધસેશન પોલિસી હેઠળ આ દસ્તાવેજોનો સમાવેશ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો….લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાં વધતા ગુનાઓ રોકવા માટે પોલીસ તૈનાત કરાશે

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button