મહારાષ્ટ્ર સરકારે ઓબીસી માટે 9 સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારે ઓબીસી માટે 9 સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે કલ્યાણકારી પગલાં ઝડપી બનાવવા અને અનામત સંબંધી મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે નવ સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી હતી.

જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે મરાઠા સમાજને આપવામાં આવેલી અનામતના વિરોધમાં આખા રાજ્યમાં ઓબીસી સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને ઠંડો પાડવા માટે આ સબ-કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: મરાઠા સમુદાય માટે ઓબીસીમાં અનામત અશક્ય; સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલની સ્પષ્ટ વાત

સમિતિનું નેતૃત્વ

એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગયા અઠવાડિયે જ કેબિનેટની બેઠકમાં આવી સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને બુધવારે તેને મંજૂરી આપવામાં આવી હતી. સમિતિનું નેતૃત્વ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે કરશે.
રાજ્યમાં પહેલેથી જ ઓબીસી કલ્યાણ માટે એક અલગ મંત્રાલય છે, જેનું નેતૃત્વ હાલમાં ભાજપના કેબિનેટ સભ્ય દ્વારા કરવામાં આવે છે.

કેબિનેટ સબ-કમિટીમાં ભાજપના ચાર પ્રધાનો અને શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બે-બે પ્રધાનો છે, એમ સરકારે જણાવ્યું હતું.

આપણ વાંચો: બાંગ્લાદેશમાં બબાલઃ હિંસા-વિરોધ વકરતા 91 લોકોનાં મોત, 300 ઈજાગ્રસ્ત

જીઆરમાં સૂચિબદ્ધ સભ્યો

કેબિનેટની બેઠક પછી જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર)માં જણાવાયું છે કે છગન ભુજબળ, દત્તાત્રેય ભરણે (એનસીપી), સંજય રાઠોડ, ગુલાબરાવ પાટીલ (શિવસેના) અને ગણેશ નાઈક, પંકજા મુંડે, અતુલ સાવે (ભાજપ)ના સભ્યો છે, જેનું નેતૃત્વ ભાજપના બાવનકુળે કરશે. ઓબીસી વિભાગના સચિવ સમિતિના સભ્ય સચિવ રહેશે.

કમિટીના કાર્યો

કેબિનેટની સબ-કમિટી સમુદાય માટે કલ્યાણકારી પગલાં ઝડપી બનાવવા અને ઓબીસીના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓની તપાસ કરવા અને ફેરફારોની ભલામણ કરવા માટે કામ કરશે. તે એ પણ ચકાસશે કે સરકારી નોકરીઓમાં ઓબીસીને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે છે કે નહીં.

કમિટીને ઓબીસી સંગઠનોના આંદોલનકારીઓ અને તેમના પ્રતિનિધિમંડળો સાથે વાત કરવા માટે પણ અધિકૃત કરવામાં આવી છે, એમ પણ તેમાં જણાવાયું છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button