વન અધિકારીઓને યુદ્ધના ધોરણે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ મંજૂર કરવા જણાવ્યું છે: ગણેશ નાઈક…

નાગપુર: મહારાષ્ટ્રના વનખાતાના પ્રધાન ગણેશ નાઈકે ગુરુવારે અહીં જણાવ્યું હતું કે રસ્તાઓના બાંધકામ સહિત મહત્ત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ માટે મંજૂરી ઝડપી બનાવવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્યના વન વિભાગની બે દિવસીય સમીક્ષા બાદ પત્રકાર પરિષદને સંબોધતા જેમાં મેરેથોન બેઠકો અને ચર્ચાઓ યોજાઈ હતી, તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સને તેમના વિભાગ દ્વારા ‘યુદ્ધના ધોરણે’ મંજૂરી આપવામાં આવશે.
‘મેં વરિષ્ઠ વન અધિકારીઓને મહત્વપૂર્ણ રસ્તાઓના બાંધકામમાં અવરોધ ન લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમને વન વિભાગના કાર્યક્ષેત્રમાં માળખાકીય પ્રોજેક્ટ્સ માટે મંજૂરી ઝડપી બનાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે,’ એમ તેમણે જણાવ્યું હતું.નાઈકે પત્રકારોને એમ પણ જણાવ્યું હતું કે તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીને પડોશી ગુજરાતમાં ‘વનતારા’ પહેલની જેમ મહારાષ્ટ્રમાં ‘સૂર્યતારા’ પ્રોજેક્ટ શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. આરઆઈએલના જામનગર રિફાઇનરી સંકુલમાં 3000 એકરમાં ફેલાયેલું વનતારા એક અત્યાધુનિક પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર છે.
‘આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે થાણેમાં જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે,’ એમ નાઈકે જણાવ્યું હતું.