આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર એક ઉદ્યોગ-સ્નેહી રાજ્ય છે; ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણમાં નંબર એક: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉદ્યોગોને આપવામાં આવતી સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓને કારણે મહારાષ્ટ્ર ઉદ્યોગ-સ્નેહી રાજ્ય બન્યું છે. ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. રાજ્યમાં સેમી કંડક્ટર તેમજ અન્ય તમામ ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.

એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, દાવોસમાં લગભગ પાંચ લાખ કરોડના રોકાણના સમજૂતીના કરાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં સૌર ઉર્જા, સેમી-ક્ધડક્ટર વગેરે ક્ષેત્રોમાં રોકાણ વધી રહ્યું છે. તાજેતરમાં નવી મુંબઈમાં સેમી-કંડક્ટર પ્રોજેક્ટ શરૂ થયો છે. ઉદ્યોગ સાહસિકોનો આત્મવિશ્વાસ વધવાને કારણે રાજ્યમાં મોટી સંખ્યામાં ઉદ્યોગો આવી રહ્યા છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

અટલ સેતુ, કોસ્ટલ રોડે મુસાફરીનો સમય ઘટાડ્યો છે. મેટ્રો નેટવર્કનું જાળું તૈયાર થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં અંડર-ગ્રાઉન્ડ મેટ્રો-3 શરૂ કરવામાં આવશે. દરરોજ લગભગ 13 લાખ નાગરિકો આમાં મુસાફરી કરશે.

વાઢવણ પોર્ટનું વિસ્તરણ મહારાષ્ટ્ર માટે પરિવર્તનકારી પ્રોજેક્ટ છે. વાઢવણ ખાતે એરપોર્ટ શરૂ કરવાની પણ યોજના છે. નવી મુંબઈ એરપોર્ટ પણ ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યું છે. આગામી બે વર્ષમાં મુંબઈના રસ્તાઓ ખાડામુક્ત બનાવવાનો નિર્ધાર છે. તેમજ રાજ્યના રસ્તાઓને ખાડામુક્ત બનાવવા અમે કામ કરી રહ્યા છીએ એમ શિંદેએ જણાવ્યું હતું.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આ સામાન્ય માણસની સરકાર હોવાથી સામાન્ય માણસ માટે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અર્થતંત્રને વેગ આપી રહી છે. આ યોજના માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે અને આ યોજના ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

આ પણ વાંચો : શિંદે-શાહની મીટીંગમાં રંધાઇ ખીર? શું થયું અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકમાં…

દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે લાડકી બહેન યોજના, અન્નપૂર્ણા યોજના, યુવા કાર્ય તાલીમ યોજનાઓમાં યોગદાન આપવું પડશે. આ યોજનાઓનો લાભ સામાન્ય લોકોના પરિવારોને મળશે. સરકારની શાસન આપલ્યા દારી યોજનાને કારણે લગભગ પાંચ કરોડ નાગરિકોને ફાયદો થયો છે.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં રાજ્યનો સંપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે. જેઓ મંત્રાલયમાં આવે છે તેમને મળ્યા વિના જતો નથી. લોકો મારા માટે ઊર્જા છે. હું એ વિચાર સાથે કામ કરું છું કે સીએમ એટલે કોમન મેન. જેથી સામાન્ય માણસની સમસ્યાઓ જાણીને તેના નિરાકરણ માટે હું કામ કરી શકું છું.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…