પૂરમાં કૃષિ સંબંધિત ૪૦ ટકા વિસ્તાર નષ્ટ થયો છે: પ્રધાન…

મુંબઈ: રાજ્યમાં વરસાદી આફત અને પૂરમાં કૃષિ સંબંધિત ૪૦ ટકા જમીનને નુકસાન થયું છે અને આ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, એમ રાજ્યના એક પ્રધાને જણાવ્યું હતું. નુકસાનના મૂલ્યાંકનનો રિપોર્ટ પાંચમી ઓક્ટોબર સુધી આવી શકે છે, એમ પ્રધાન નામ ન જણાવવાની શરતે કહ્યું હતું.
ગયા અઠવાડિયે પડેલા મુશળધાર વરસાદ અને સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે લાખો એકરની જમીન પરનો પાક નષ્ટ થયો હતો જેમાં મરાઠવાડામાં આઠ જિલ્લા, સોલાપુર, સાતારા અને સાંગલીની જમીનનો સમાવેશ થાય છે. ‘અમુક વિસ્તારોનો હજી સંપર્ક કરાયો નથી.
અધિકારીઓને વ્યક્તિગત રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ખેડૂતો અને સ્થાનિકોને થયેલા નુકસાનની માહિતી મેળવવાનું કહેવામાં આવ્યું છે. તેમ છતાં પ્રાથમિક અંદાજ મુજબ કૃષિ હેઠળનો ૪૦ ટકા વિસ્તાર સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે’, એમ પ્રધાને કહ્યું હતું.
નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકૂળેએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને રાહત આપવા માટેનું કાર્ય ચાલી રહ્યું છે.
‘પાંચમી ઓક્ટોબર સુધી નુકસાન મૂલ્યાંકનનો રિપોર્ટ આવી જશે. તેના આધારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર રાહત આપવા અંગેનો નિર્ણય લેશે’, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…મરાઠવાડામાં ૧૦૪નાં મોત, ૨,૮૩૮ પ્રાણીનાં મરણ…