પ્રસ્તાવિત કૃષિ લોન માફી: રાજ્ય સરકાર પર 25 હજાર કરોડનો બોજો આવશે...
Top Newsઆમચી મુંબઈ

પ્રસ્તાવિત કૃષિ લોન માફી: રાજ્ય સરકાર પર 25 હજાર કરોડનો બોજો આવશે…

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની સૂચિત કૃષિ લોન માફી પર આગામી વર્ષે 30 જૂન સુધીમાં અમલમાં મૂકવાની છે, જેના કારણે રાજ્યની તિજોરીને 25 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાની સંભાવના હોવાનું સહકાર અને નાણાં વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. 2017 અને 2019માં અનુગામી રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલી અગાઉની બે માફી પર અનુક્રમે ₹18 હજાર 762 કરોડ અને ₹20 હજાર 497 કરોડનો ખર્ચ થયો હતો.

અધિકારીઓનો અંદાજ છે કે જો રાહતનો વિસ્તાર કરવામાં આવે તો આ વખતે નાણાકીય બોજ ₹25 હજાર કરોડને વટાવી જશે. પ્રથમ બે લોન માફીમાં ખેડૂત દીઠ મર્યાદા અનુક્રમે 1.5 લાખ કરોડ રૂપિયા અને 2 લાખ કરોડ રૂપિયા હતી. જો સરકાર નિયમિતપણે ચૂકવણી કરતા ખેડૂતોને કટ-ઓફ રકમ અને પ્રોત્સાહન વધારવાનો નિર્ણય લેશે તો કુલ બોજ વધી જશે.

જણાવી એમ સહકાર વિભાગના એક અધિકારીએ ઉમેર્યું હતું કે ખેડૂત નેતાઓએ પાક લોન ઉપરાંત અન્ય કૃષિ લોનને પણ સામેલ કરવાની માંગ કરી છે. જો આ માંગ સ્વીકારવામાં આવશે તો બોજમાં વધારો થશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે બચ્ચુ કડુ અને રાજુ શેટ્ટી સહિતના ખેડૂત નેતાઓ સાથે બેઠક કર્યા બાદ 30 જૂન, 2026 સુધીમાં લોન માફી અંગે નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને મહાયુતિ ગઠબંધનમાં તેના સાથી પક્ષોએ ગયા વર્ષે તેમના ચૂંટણી ઢંઢેરામાં લોન માફીનો સમાવેશ કર્યો હતો.

આ પણ વાંચો…લોન માફી આંદોલનની સફળતાનું શ્રેય બચ્ચુ કડુએ ખેડૂતોને આપ્યું…

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button