મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનો સારો દેખાવ: 15થી 25 બેઠક મળવાનો બધા એક્ઝિટ પોલનો અંદાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં છ એક્ઝિટ પોલને ધ્યાનમાં લેવામાં આવે તો એવું કહી શકાય કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીનો દેખાવ સારો રહેશે, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને 2014 અને 2019ની સરખામણીમાં ખાસ્સું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતમાં બનશે આવું રાજકીય ચિત્ર….
મહારાષ્ટ્રમાં મહાયુતિને 2019માં 41 બેઠકો મળી હતી તે ઘટીને 24-26 સુધી રહી જવાની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે 10 વર્ષમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનનો દેખાવ સૌથી શ્રેષ્ઠ રહેશે. તેમની બેઠકો સાતથી વધીને 20-21 સુધી એટલે 300 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Exit Poll : એક્ઝિટ પોલ કઈ રીતે કરવામાં આવે છે? ભારતમાં પહેલી વાર એક્ઝિટ પોલ ક્યારે થયો? જાણો સંપૂર્ણ માહિતી
એક્ઝિટ પોલમાં બે કેન્દ્રીય પ્રધાનો નારાયણ રાણે અને ભારતી પવારના પરાજયની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, બીજી તરફ બાકીના બધા જ પ્રધાનો પિયુષ ગોયલ, નીતિન ગડકરી, કપિલ પાટીલ અને રાવસાહેબ દાનવેના વિજયની શક્યતા જણાઈ રહી છે. લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉદયનરાજે ભોસલે અને છત્રપતિ શાહુ મહારાજના વિજયની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મુંબઈની છમાંથી ચાર બેઠકો પર મહાવિકાસ આઘાડી અને ફક્ત બે બેઠક પર મહાયુતીનો વિજય થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
એક્ઝિટ પોલ એજન્સી | મહાયુતી | મહાવિકાસ આઘાડી | અન્ય |
એબીપી-સીવોટર | 24 | 23 | 1 |
ટીવી9 પોલસ્ટ્રાટ | 22 | 25 | 1 |
રિપબ્લિક ભારત-મેટ્રીઝ | 30-36 | 13-19 | 00 |
રિપબ્લિક પીએમએઆરક્યુ | 29 | 19 | 00 |
ન્યુઝ 18 એક્ઝિટ પોલ | 32-35 | 13-16 | 00 |
સ્કૂલ ઓફ પોલિટિક્સ | 31-35 | 12-16 | 00 |