આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Election Special: મહારાષ્ટ્રની ‘વોટિંગ પેટર્ન’ના સંકેત જાણો, 29 વર્ષનો વિક્રમ તૂટ્યો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 સીટ પર બુધવારે એક જ તબક્કામાં અને ઝારખંડમાં બીજા તબક્કામાં 38 સીટ પર મતદાન થયું અને હવે શનિવારે મત ગણતરી થશે. એક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભાજપ ગઠબંધન હેઠળની સરકાર બની શકે છે. આમ છતાં મહારાષ્ટ્રમાં વોટિંગ પેટર્નના કંઈક અલગ જ સંકેતો આપે છે. મહારાષ્ટ્રમાં મતદાનમાં છેલ્લા 29 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યારે ઝારખંડના જામતાડામાં પણ બમ્પર વોટિંગ થયું છે.

આ પણ વાંચો : મુંબઇમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ ધાબળા, સ્વેટર કાઢ્યા

ઉપલબ્ધ આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 65 ટકાથી વધુ મતદાન થયું છે. મહારાષ્ટ્રના મતદાનના આંકડા વર્ષ 1995 બાદ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી કરતાં વધુ છે. 1995માં મહારાષ્ટ્ર ચૂંટણીમાં 71.7 ટકા મતદાન થયું હતું, પરંતુ ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભા 65 ટકા મતદાન થયું નહોતું.

વર્ષ 2019 માં 61.4 ટકા, 2014માં 63.3 ટકા, 2009માં 59.6 ટકા, 2004માં 63.4 ટકા, 1999માં 60.9 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024ની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 61.5 ટકા મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં 1996માં 52.4 ટકા, 1995માં 57.1 ટકા, 1999માં 61 ટકા, 2004માં 54.3 ટકા, 2009માં 50.5 ટકા, 2014માં 60.4 ટકા મતદાન થયું હતું.

મહારાષ્ટ્રની મતદાન પેટર્ન કઈ વાતનો છે સંકેત?

વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા, મતદાનની વધારે ટકાવારી પરિવર્તનનો સંકેત માનવામાં આ છે. મહારાષ્ટ્રથી લઈ ઝારખંડ સુધી આ વખતે આ પેટર્ન જોવા મળી છે. ઉચ્ચ મતદાન હોવા છતાં સત્તાધારી પક્ષ સત્તા બચાવે છે, જેની પાછળ અનેક પરિબળો કામ કર છે. નિષ્ણાતો ત્રણ ટકા સુધી ‘માર્જિન ઓફ એરર’ ગણે છે એટલે કે જો મતદાનમાં ત્રણ ટકા સુધીનો વધારો થયો હોય તો જરૂરી નથી કે મતદારોએ પરિવર્તન માટે જ મતદાન કર્યું હતું. 1999થી 2019 મહારાષ્ટ્ર ચૂંટણીનો ભૂતકાળ આ જ દર્શાવે છે.

2004 બાદ જ્યારે જ્યારે મતદાન વધ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ છે. 2004માં મતદાન વધારે થવા છતાં સત્તાધારી ગઠબંધને ફરીથી સરકાર બનાવી હતી. તે સમયે ટર્નઆઉટમાં વધારે 3 ટકાથી ઓછો હતો, જે ‘માર્જિન ઓફ એરર’ અંતર્ગત આવે છે. 1999માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી હતી અને શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી.

2004 માં મતદન 2.5 ટકા વધ્યું પરંતુ ગઠબંધન સત્તા ટકાવવામાં સફળ રહ્યું. 2009માં ફરી ચાર ટકા જેટલું મતદાન ઘટ્યું અને કોંગ્રેસ-એનસીપીની સરકાર બની. 2014માં ટર્નઆઉટ 3.7 ટકા વધ્યું અને ભાજપ-શિવસેના સરકાર બની. 2019માં મતદાન બે ટકા જેટલું ઘટ્યું અને સત્તાધારી ગઠબંધન પક્ષે સરકાર બનાવી હતી. આ વખતે મતદાનની ટકાવારી વધી છે એટલે પરિવર્તનનો ટ્રેન્ડ જળવાઈ રહેશે કે તૂટશે તેના પર નજર રહેશે.

ઝારખંડના જામતાડામાં થયું ‘બમ્પર’ વોટિંગ

ઝારખંડની વાત કરીએ તો 81 વિધાનસભા સીટ પર બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના 43 વિધાનસભા સીટ પર 66.65 ટકા મતદાન થયું હતુ, જે 2019 કરતાં 2.9 ટકા વધારે છે. બીજા તબક્કાની 38 વિધાનસભા સીટ પર 68 ટકાથી વધુ મતદાન થયું હતું. આ સીટ પર ગત વિધાનસભા ચૂંટણીમાં 66.9 ટકા વોટિંગ થયું હતું. ઝારખંડમાં બીજા તબક્કાની મતદાન અંતર્ગત જામતાડામાં સૌથી વધુ 77 ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચો : મુંબઈ-થાણેમાં એક્ઝિટ પોલમાં ઠાકરે જ રાજા!

ઝારખંડમાં શું છે સરપ્રાઈઝ?

ઝારખંડમાં મતદાન વધે કે ઘટે સરકાર બદલાઈ જાય છે. 2019 વિધાનસભાની ચૂંટણી સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં મતદાન સામાન્ય ઘટ્યું હોવા છતાં સરકાર બદલાઈ હતી. 2014માં 66.6 ટકા મતદાન થયું હતું અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તામાં આવી હતી. 2019માં મતદાન માત્ર 0.2 ટકા ઘટ્યું હતું, જેનાથી સત્તાધારી પક્ષ સરકાર બનાવશે તેમ માનવામાં આવતું હતું પરંતુ પરિણામ ટ્રેન્ડથી વિરુદ્ધ આવ્યા હતા. આ વખતે બંને તબક્કામાં લગભગ બે ટકાનો વધારો થયો છે. જેને ન તો સત્તા પક્ષની તરફેણ કે વિરુદ્ધમાં કહી શકાય. માર્જિન ઓફ એરર અંતર્ગત આવતું ટર્નઆઉટ શું સરપ્રાઇઝ લઈને આવશે તે પરિણામ જ કહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button