Maharashtra Assembly Election: ચાર્ટર્ડ વિમાનો અને હેલિકોપ્ટરોની ધૂમ ડિમાન્ડ
એક કલાકના છે લાખ રૂપિયા અને ૪૦૦ કરોડ જેટલું ટર્નઓવર

મુંબઈ: વિધાનસભા ચૂંટણીમાં નેતાઓએ રાજ્યના ખૂણેખાંચરે જવું પડતું હોય છે અને ચૂંટણી એક જ તબક્કામાં હોવાથી તેઓ પાસે સમય ઘણો ઓછો છે. આ માટે વિવિધ પક્ષોએ ‘નોન શિડ્યુલ ઓપરેટર’ પાસે હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનો બુક કરાવ્યાં છે. જોકે નેતાઓએ આના માટે ૬ લાખ રૂપિયા કલાકના ચૂકવવા પડશે. આચારસંહિતા સુધી ૪૦ હેલિકોપ્ટર અને વિમાનોના માધ્યમથી રાજ્યમાં ચારથી સાડાચાર હજાર વાર ટેકઓફ થવાનું છે, જ્યારે આમાં ૪૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાનો અંદાજ વર્તાઇ રહ્યો છે.
Also read: ઘડિયાળોન કાંટો ફરતો જાય છે, હજુ 23 ઉમેદવારના નામ જાહેર થવાના બાકી
દિલ્હીમાં ૨૦ હેલિક્પોટર અને ચાર્ટર વિમાનોનો સમાવેશ થાય છે. વિવિધ નોન શિડ્યુલ ઓપરેટર પાસે બુક કરવામાં આવેલાં ચાર્ટર્ડ અને હેલિકોપ્ટરમાં સૌથી વધુ વપરાશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા થવાનો છે. ત્યાર બાદ વિવિધ પક્ષોના પ્રદેશાધ્યક્ષ માટે હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
Also read: હવે શાઇના એનસી શિંદે સેનામાં સામેલ, ઉમેદવારોની બંડખોરી અને રાજકીય પક્ષોના અજબ દાવ
ચાર્ટર અને હેલિકોપ્ટરનો સૌથી વધુ વપરાશ જે સ્થળોએ થવાનો છે એમાં મુંબઈ, પુણે, નાગપુર, સોલાપુર, લાતુર, ધારાશિવ, નાંદેડ, નાશિક, ધુળે, અમરાવતી, અકોલા, શિરડી, છત્રપતિ સંભાજીનગર વગેરે શહેરોનો સમાવેશ થયા છે. આ સ્થળોએ પ્રચારસભા માટે નેતાઓ ચાર્ટર્ડ કે પછી હેલિકોપ્ટરનો સહારો લેશે.
Also read: Maharashtra Election Special: રાવસાહેબ દાનવેનાં દીકરી શિંદેસેનામાં જોડાયાં
જોકે એરપોર્ટથી ૫૦થી ૧૦૦ કિમીના અંતર માટે નાના હેલિકોપ્ટરનો વપરાશ કરવામાં આવશે. આમાં બેલ ૪૦૭, એરબસ ૧૩૦, જેવાં હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આની ક્ષમતા ૬ પ્રવાસીની છે. આ હેલિકોપ્ટરનું ભાડું પ્રતિ કલાક અઢી લાખ રૂપિયા છે. હાલમાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા હેલિકોપ્ટર અને ચાર્ટર વિમાનની મોટી માગ રહેલી છે, એવું મેબ એવિયેશનના જનરલ મેનેજર મંદાર ભારવેએ જણાવ્યું હતું.