આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

Maharashtra Election Result Live: 288 બેઠકના ટ્રેન્ડમાં મહાયુતિ 228 અને એમવીએ 53 બેઠક પર આગળ

મુંબઈ: મહારાષ્ટ્રની 288 વિધાનસભા ચૂંટણીના પરિણામ(Maharashtra Election Result Live) આવવાના શરુ થયા છે. મહારાષ્ટ્ર મહાયુતિ કે એમવીએ કોની સરકાર બનશે તેની ચર્ચા વચ્ચે તમામ 288 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. જેમાં મીડિયા અહેવાલ મુજબ મહાયુતિ ગઠબંધન એમવીએ કરતા અનેકગણું આગળ જોવા મળી રહ્યું છે. જેમાં અત્યાર સુધી આવેલા ટ્રેન્ડ મુજબ 288માંથી મહાયુતિ ગઠબંધન 228 બેઠક પર આગળ છે જ્યારે એમવીએ 53 બેઠક પર આગળ છે.

સંજય રાઉતે ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
જયારે આ દરમ્યાન શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. રાઉતે કહ્યું છે કે આ ચૂંટણીઓમાં કંઈક ખોટું થયું છે. જયારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, ‘અમે ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને જીતીશું. તેનું કારણ ઈન્ડી ગઠબંધન દ્વારા સાંપ્રદાયિકતા ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો જેને જનતાએ નકારી કાઢ્યો છે.

બે ગઠબંધન 6 મોટા નેતાઓ
મહારાષ્ટ્રમાં રાજકીય હરીફાઈ મુખ્યત્વે સત્તાધારી ગઠબંધન મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)વચ્ચે છે. એક તરફ, મહાગઠબંધનમાં ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે. એમવીએમાં મુખ્ય પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના ,વરિષ્ઠ નેતા શરદ પવારની NCPઅને કોંગ્રેસ છે.

ઉલ્લેખનીય છે કે,  વર્ષ 2019માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી હતી. જ્યારે અવિભાજિત શિવસેનાને 56 બેઠકો મળી હતી. ત્યારબાદ એમવીએના બે મુખ્ય પક્ષો કોંગ્રેસને 44 બેઠકો અને અવિભાજિત NCPને 54 બેઠકો મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button