Maharashtra Election Result Live: મહારાષ્ટ્રમાં મહાયુતિએ ટ્રેન્ડમાં બહુમતી હાંસલ કરી, એમવીએ 82 બેઠક પર આગળ
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના(Maharashtra Election Result Live )પ્રારંભિક ટ્રેન્ડ આવી રહ્યા છે. જેમાં શરુઆતના 9. 30 વાગે સુધીમાં 234 બેઠકોના ટ્રેન્ડ મુજબ મહાયુતિ 150 બેઠકો પર આગળ છે. જયારે એમવીએ 82 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે મહામુકાબલો છે. મહારાષ્ટ્રમાં ભાજપ આગેવાની હેઠળની મહાયુતિએ ટ્રેન્ડમાં બહુમતી હાંસલ કરી છે.
મહારાષ્ટ્રની બારામતી સીટ પરથી અજિત પવાર આગળ
મહારાષ્ટ્રની બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા NCP નેતા અજિત પવાર આગળ આવ્યા છે. તમને જણાવી દઈએ કે પવાર એક સમયે પોસ્ટલ બેલેટની ગણતરીમાં પાછળ રહ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે પાછળ
મહારાષ્ટ્રની સાકોલી વિધાનસભા સીટ પર મોટો અપસેટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે અહીંથી પાછળ છે.
મહારાષ્ટ્રની લાતુર બેઠક પરથી અમિત દેશમુખ આગળ
મહારાષ્ટ્રના ચંદ્રપુરથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે જ્યારે અમિત દેશમુખ લાતુર સિટીથી આગળ છે. આ સાથે જ ભાજપે કામઠીમાંથી લીડ મેળવી છે.
નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી પ્રારંભિક વાળનોમાં લીડ મેળવી છે.
બે ગઠબંધન 6 મોટા નેતાઓ
મહારાષ્ટ્રમાં રાજકીય હરીફાઈ મુખ્યત્વે સત્તાધારી ગઠબંધન મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે છે. એક તરફ, મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)સામેલ છે. MVAમાં મુખ્ય પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT),વરિષ્ઠ નેતા શરદ પવારની NCP (SP)અને કોંગ્રેસ છે.
આ પણ વાંચો કાકા અજિત પવારને બરાબરની ટક્કર આપી રહ્યો છે ભત્રીજો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી હતી. જ્યારે અવિભાજિત શિવસેનાને 56 બેઠકો મળી હતી. ત્યારબાદ એમવીએના બે મુખ્ય પક્ષો કોંગ્રેસને 44 બેઠકો અને અવિભાજિત NCPને 54 બેઠકો મળી હતી.