Maharashtra Elections Results: મહારાષ્ટ્રમાં કેવી રીતે બદલાઈ ગેમ? ભાજપે મારી બાજી અને કોંગ્રેસ જોતી રહી ગઈ…

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બંને રાજ્યોમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. આ વખતે મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને પ્રચંડ જીત મળી છ . ભાજપ પોતાના દમ પર 132 સીટો જીતી છે. શિવસેનાને 57 અને એનસીપી (અજિત પવાર)ને 41 બેઠક મળી છે. જ્યારે શિવસેના (યુબીટી)ને 20, કોંગ્રેસને 15 તથા એનસીપી (શરદ પવાર)ને 10 સીટ મળી છે. સમાજવાદી પાર્ટીને 2 બેઠક મળી છે.
આ પણ વાંચો : Election Result: અજિત પવાર બારામતીનો જંગ જીત્યા, ભત્રીજાને 1 લાખથી વધુ મતથી હરાવ્યો…
મહારાષ્ટ્રમાં કેવી રીતે બદલાઈ ગેમ
મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ)ના નેતા સંજય રાઉત ચૂંટણી પરિણામો પર સવાલો ઉઠાવી રહ્યા છે, એક્સપર્ટના કહેવા મુજબ, ભાજપના નેતાઓએ ચૂંટણી જીતવા માટે રણનીતિ બનાવી છે. દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના (શિંદે) એકનાથ શિંદે અને NCP (અજિત)ના અજિત પવારે પરસ્પર સંકલનમાં સુધારો કર્યો. હારેલી સીટ પર પ્રતિસ્પર્ધીને કોર્નર કરવાની અને મતોના ભાગલા પાડવાની રણનીતિ બનાવી અને જીતેલી સીટ પર પણ સક્રિય રહ્યા.
આ પણ વાંચો : Salman Khan-Shahrukh Khanએ જ્યાં વોટિંગ કર્યું ત્યાંથી કોણ જિતી રહ્યું છે, જાણી લો એક ક્લિક પર…
એક્સપર્ટ મુજબ મતે, તેમની પાર્ટી (શિવસેના, ઉદ્ધવ), એનસીપી (શરદ), કોંગ્રેસનું રાજકીય સંકલન એટલું સારું નહોતું. ભાજપ ઉત્તર ભારતીયોને પણ આકર્ષવામાં વધુ સફળ થઈ રહી છે. તેના સાથીઓને પણ આનો ફાયદો થયો. એક્સપર્ટ મુજબ તેમના ગઠબંધનમાં ભાજપ સૌથી મોટો હતો. તે પહેલાથી જ સ્પષ્ટ હતું કે ભાજપ 288 માંથી લગભગ 150 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. શિવસેના (શિંદે) તેના અન્ય સહયોગી NCP (અજિત) કરતાં વધુ બેઠકો પર ચૂંટણી લડશે. પરંતુ આ વ્યાપક ચર્ચા શિવસેના (ઉદ્ધવ), એનસીપી (શરદ) અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જ મૂંઝવણભરી હતી. તેને ઉકેલવામાં વિપક્ષની ચૂંટણી તૈયારીઓ સમય કરતાં પાછળ રહી ગઈ હતી.