Maharashtra માં ચૂંટણી પૂર્વે ઝડપાઇ આટલા કરોડની રોકડ, આરોપીની ધરપકડ
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને(Maharashtra Election 2024)હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. હાલ રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ છે. જેની બાદ તમામ તપાસ એજન્સીઓ નિષ્પક્ષ ચૂંટણી માટે રાજ્યમાં થઈ રહેલી દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન ચેકિંગમાં પોલીસે પાલઘરમાં એક વાહનમાંથી ત્રણ કરોડથી વધુની રોકડ જપ્ત કરી અને આરોપીની ધરપકડ કરી છે.
Also read: બોલો, બોસે રજા ન આપી તો કર્મચારીએ વીડિયો કોલથી કર્યા નિકાહ….
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, પાલઘરના વાડા પાલી માર્ગથી વિક્રમગઢ તરફ જતા વાહનને જોયા બાદ પોલીસને શંકા ગઈ. આ પછી કારને રોકીને ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પૂછપરછ દરમિયાન શંકા વધતા કારને વાડા પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી 3 કરોડ 70 લાખ રૂપિયા મળી આવ્યા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મુંબઈમાં કાલબાદેવીમાંથી 2 કરોડ 30 લાખ રૂપિયા મળ્યા
મુંબઈએ કાલબાદેવીમાંથી પણ 2 કરોડથી વધુની રોકડ સાથે 12 લોકોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, એલટી માર્ગ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે કેટલાક લોકો મોટા પ્રમાણમાં રોકડ ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા છે. આ પછી, પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને શહેરના ભુલેશ્વર માર્કેટ, કાલબાદેવીમાંથી શંકાના આધારે 12 લોકોની અટકાયત કરી હતી.
Also read: રાહુલ ગાંધી કે તેમના વંશજો કલમ 370 ને પુન:સ્થાપિત કરી શકશે નહીં: અમિત શાહ…
આ પછી, શંકાસ્પદોને પૂછપરછ માટે પહેલા મુંબાદેવી પોલીસ ચોકી પર લઈ જવામાં આવ્યા હતા.ત્યારબાદ નોડલ ઓફિસરે 186-મુમ્બાદેવી વિધાનસભા મતવિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ (FST)ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળતાની સાથે જ ટીમ તુરંત જ ફોટોગ્રાફરો સાથે ઘટનાસ્થળે પહોંચી ઓપરેશન રેકોર્ડ કર્યું હતું. આ પછી પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી અને અટકાયત લોકોની તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન પોલીસને તેમની બેગમાંથી 2 કરોડ 30 લાખ રૂપિયાથી વધુ રકમ મળી આવી હતી.