આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra Election 2024 :યોગી આદિત્યનાથને મળી મોટી જવાબદારી, આટલી રેલીઓ સંબોધશે

મુંબઇ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024)માટે પ્રચાર અભિયાનની શરૂઆત થઈ છે.જેમાં ભાજપ વિધાનસભા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. તેવા સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. મળતી માહિતી મુજબ સીએમ યોગી રાજ્યમાં 15 રેલીઓ કરશે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે CM કઈ 15 વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપ માટે પ્રચાર કરશે.

સીએમ યોગી આદિત્યનાથ 15 રેલી કરશે

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં 8 રેલી કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 રેલી કરશે અને સીએમ યોગી આદિત્યનાથ 15 રેલી કરશે. સીએમ યોગી આદિત્યનાથે તાજેતરમાં હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રચાર કર્યો હતો જેનો પક્ષને તેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 148 બેઠકો પર ચૂંટણી લડતા ભાજપ માટે પણ તે ફળદાયી સાબિત થઈ શકે છે. ભાજપે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર ચૂંટણીમાં જે સીટો પર સીએમ યોગીએ પ્રચાર કર્યો હતો તેમાંથી મોટાભાગની સીટો પર જીત મેળવી હતી.

મહાયુતિ અને મહાવિકાસ અઘાડી સામસામે

મહારાષ્ટ્રમાં NCP,શિવસેના અને ભાજપના ગઠબંધન મહાયુતિએ જીત મેળવવામાં કોઈ કસર છોડી નથી.
અજિત પવારની આગેવાની હેઠળની NCP પણ ઘણી મહત્વની બેઠકો પર મેદાનમાં છે. જ્યારે સીએમ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાસે આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના વિરુદ્ધ પોતાનું પ્રદર્શન સુધારવાનો પડકાર છે. ભાજપ ફરી એકવાર રાજ્યમાં તેના નેતૃત્વમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો…..સપાએ ભાજપના ‘બટેંગે તો કટંગે’ના નારાનો આપ્યો જવાબ, લખનઉમાં જોવા મળ્યા પોસ્ટર

બીજી તરફ શિવસેના ઉદ્ધવ ઠાકરે, એનસીપી શરદ પવાર અને કોંગ્રેસના મહાવિકાસ અઘાડી પણ સરકારમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. 2019માં યોજાયેલી ચૂંટણીમાં શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને NSPના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, નાટકીય ઘટનાક્રમમાં સરકારે વર્ષ 2022 માં સત્તા ગુમાવી અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker