આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra Election 2024: શરદ પવાર પ્રિન્સિપાલની ભૂમિકામાં, જે સૌથી વધારે માર્ક્સ લાવશે તે બનશે ક્લાસ મૉનિટર

મુંબઇ: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરમાં રોજ વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024) યોજાવાની છે. ત્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી હોય કે મહાયુતિ ગઠબંધન બંનેના ઘટક પક્ષો વચ્ચે  સીએમ પદને લઇને લડાઈ સામાન્ય છે. મુખ્યમંત્રી પદ માટે તમામ પક્ષો દાવો કરી રહ્યા છે. શાસક ગઠબંધનમાં આ લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. NCP અજિત પવારને નાયબ મુખ્યમંત્રી માનીને ચાલી રહી છે. જ્યારે  મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો પોતપોતાના દાવાઓ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ એક પક્ષ ગઠબંધનમાં સૌથી મોટા તરીકે ઉભરી આવે છે તો તે મુખ્યમંત્રી પદનો દાવો કરી શકે છે.

આની માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી
હાલમાં જ એક  ઇન્ટરવ્યુમાં શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે ગઠબંધનમાં મુખ્ય પ્રધાનપદના કોઈ ચોક્કસ ઉમેદવારને રજૂ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેમ છતાં, જો ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં હશે તો તે મુખ્યમંત્રીના પદ માટે દાવો રજૂ કરી શકે છે. તેમણે કહ્યું, આની માટે કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી. પરંતુ સામાન્ય રીતે આ મુખ્ય પ્રધાન પદને લઈને સમજણ હશે.

શરદ પવારે સત્તામાં આવતા ગઠબંધનના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે યોગ્ય સમયે મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. તેમણે અગાઉ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસે પણ આ જ વલણને સમર્થન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ તેના ગઠબંધન ભાગીદારો તરફથી ઉદાસીન પ્રતિસાદ
મળ્યા પછી તેની માંગ પાછી ખેંચી લીધી.

કોંગ્રેસ શું ઈચ્છે છે ?
શરદ પવારના નિવેદનને પુનરોચ્ચાર કરતા, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું, અમે મુખ્યમંત્રી પદને લઈને કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. જો કે, ચૂંટણી પછી, જ્યારે MVA બહુમતી મેળવશે, ત્યારે ગઠબંધનના ટોચના નેતાઓ બેઠક કરશે અને નામ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો…..ભારત નહીં, પાકિસ્તાને કરાવી હતી નિજ્જરની હત્યા? આ બે ISI એજન્ટ્સ સામે તપાસ

ઉદ્ધવ ઠાકરે દિલ્હીની મુલાકાતે ગયા હતા
જ્યારે  સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં ઉદ્ધવ ઠાકરે દિલ્હીની મુલાકાતે ગયા હતા. તેઓ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન પદ માટે તેમની સંભવિત ઉમેદવારી અંગે ચર્ચા કરી. ઠાકરે અગાઉ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમને આ પદ પર દાવો કરવાનો સ્વાભાવિક અધિકાર છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વએ તેમને પહેલા રાજ્યના નેતૃત્વની સલાહ લેવાની સલાહ આપી ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button