આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિધાનસભા ચૂંટણી -2024 રાજ્યમાંથી 288 મતવિસ્તારો માટે અત્યાર સુધીમાં 7995 ઉમેદવારો 10905 નોમિનેશન લેટર ફાઈલ…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટેની ચૂંટણી માટે 29 ઓક્ટોબર 2024 સુધી 7 હજાર 995 ઉમેદવારોના 10 હજાર 995 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે, એમ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે માહિતી આપી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા 15મી ઓક્ટોબર 2024થી અમલમાં આવી હતી અને ચૂંટણીની સૂચના 22મી ઓક્ટોબર 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. આજ સુધી મળેલી અરજીઓની 30મી ઓક્ટોબરે ચકાસણી કરવામાં આવશે અને 4 નવેમ્બર 2024ના રોજ અરજીઓ પાછી ખેંચી શકાશે. 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બર 2024ના રોજ મતગણતરી થશે.