2025ના ચાર મહિનામાં મહારાષ્ટ્રમાં 153 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભાને એવી માહિતી આપી હતી કે જાન્યુઆરીથી એપ્રિલ 2025 દરમિયાન રાજ્યભરમાં 153.25 કરોડ રૂપિયાના 28,302 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
તેમણે સ્વીકાર્યું કે રાજ્યમાં ગુટખા અને વિવિધ તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ હોવા છતાં તે રસ્તાની બાજુના સ્ટોલ પર વેચાઈ રહ્યા છે.
આપણ વાંચો: નવી મુંબઈમાં 15.36 લાખનું ડ્રગ્સ જપ્ત: પંજાબના બે રહેવાસી પકડાયા
રાજ્ય વિધાનસભાના નીચલા ગૃહમાં કાશીનાથ દાતે (એનસીપી) અને અન્ય લોકો દ્વારા આ મુદ્દે પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં, ફડણવીસે જણાવ્યું હતું કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ 5,001 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને આ સમયગાળા દરમિયાન ડ્રગ્સની હેરફેર, કબજો અને સેવન બદલ 4,481 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ગુટખા કે અન્ય તમાકુ ઉત્પાદનો સંદર્ભમાં 37,149 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.