4,249.90 કરોડનું ડ્રગ્સ જપ્ત: 14,230નું સેવન માટે અટક: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં 2024ના વર્ષમાં પ્રતિબંધિત ડ્રગ્સના વપરાશ બદલ 14,230 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 4,249.90 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું એવી માહિતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપી હતી.
Also read : Big Breaking: ધનંજય મુંડેનું રાજીનામું, પોતે ન આવ્યા પણ…
ગૃહને આપવામાં આવેલા લેખિત જવાબમાં રાજ્યના ગૃહ પ્રધાનનો હવાલો સંભાળતા ફડણવીસે કહ્યું હતું કે ડ્રગ્સ ધરાવવા અને હેરાફેરી કરવાના 2,738 ગુના નોંધવામાં આવ્યા હતા અને 3,627 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ કુલ 15,873 ગુના નોંધવામાં આવ્યા હતા. ડ્રગ્સ ટ્રાફિકિંગના કેસમાં પુણે રાજ્યમાં મોખરે રહ્યું હતું.
Also read : મુંબઈ એરપોર્ટ પરથી 15.85 કરોડ રૂપિયાનાં ગાંજા સાથે સુરતનાં ચાર યુવકની ધરપકડ