આમચી મુંબઈમનોરંજન

કોન્સર્ટ ટિકિટની કાળા બજારી સામે મહારાષ્ટ્ર સાયબર વિભાગની લાલ આંખ, આવા દિશાનિર્દેશ જાહેર કર્યા

મુંબઈ: નવી મુંબઈમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ ઓનલાઇન ટિકિટિંગ પ્લેટફોર્મ બૂક માય શો પર લાઈવ થતા જ મિનિટોનો અંદર જ વેચાઈ ગઈ હતી. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ટિકિટની કાળાબજારી થઇ રહી છે. એવામાં મહારાષ્ટ્ર સાયબર ડિપાર્ટમેન્ટે (Maharastra Cyber Department) કડક પગલા લીધા છે, ડિપાર્ટમેન્ટે ઓનલાઇન ટિકિટિંગ પ્લેટફોર્મ્સ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

BookMyShow ને નોટિસ પાઠવવામાં આવી છે, જેની સૂચનાઓ Paytm Insider અને Zomato Live જેવા અન્ય ડિજિટલ ટિકિટિંગ પ્લેટફોર્મ પર પણ લાગુ પડે છે. ટિકિટના વેચાણમાં પારદર્શિતા લાવવા માટે મહારાષ્ટ્ર સાયબર વિભાગે આ નિર્દેશો જાહેર કર્યા છે. નોટીસમાં એડવાન્સ સિક્યોરીટી સિસ્ટમ, લોકોની ઓળખ માટે રેન્ડમ વેરિફિકેશન અને ટિકિટ રિસેલને શોધવા અને અટકાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.

અન્ય અધિકારીએ જણાવ્યું કે તેઓએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 168 હેઠળ નોટિસ જાહેર કરી છે. જે પગલાં સૂચવવામાં આવ્યા છે તેમાં ટિકિટ અથવા રિસ્ટ બેલ્ટ પર વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવાનો સમાવેશ થાય છે, જેના માટે સ્થળ પર સરકારી ID પણ ચકાસવામાં આવે.


Aslo read: હવે ‘ભાગમ ભાગ 2’ ફિલ્મ આવશેઃ અક્ષય, ગોવિંદા ને પરેશ રાવલ જોવા મળશે પાવરફૂલ


આ સિવાય, ટિકિટના વેચાણ દરમિયાન બોટ ટ્રાફિકને ફિલ્ટર કરવા માટે AI સિસ્ટમનો ઉપયોગ કરવા, વેઇટલિસ્ટ સિસ્ટમનો ઉપયોગ અને ક્યુને બાયપાસ કરવાના પ્રયાસોનું ટ્રેકિંગ અને રિપોર્ટિંગ કરવા સુચના આપવામાં આવી છે.

દિશા નિર્દેશોમાં ઉંચી કિંમતે ટિકિટો વેચવાનો પ્રયાસ કરતા સ્કેલ્પર્સને શોધવા અને પકડવા માટે કોન્સર્ટ સ્થળની આસપાસ ગુપ્ત એજન્ટોની તૈનાતી, રેન્ડમ ID ચેક્સ, OTP વેરિફિકેશન, ડાયનેમિક QR કોડ્સ, ટેમ્પર-પ્રૂફ બેન્ડ્સ અને પ્રીમિયમ ટિકિટ વેચાણ પર દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે.


Also read: પલક તિવારીએ પિંક ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો વાયરલ


એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દિશા નિર્દેશો 3 ડિસેમ્બરે યોજાનાર મરૂન 5 કોન્સર્ટ માટે લાગુ થશે નહીં, કેમ કે ટિકિટિંગ પ્લેટફોર્મ્સ પાસે તેની તૈયારી કરવા માટે પૂરતો સમય નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button