આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ઉરણ હત્યા કાંડમાં પોલીસને હાથ લાગ્યા મહત્વના પુરાવા

નવી મુંબઈઃ ઉરણના યશશ્રી મર્ડર કેસમાં પોલીસને આરોપી દાઉદ શેખ વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે, જેને કારણે હવે તપાસમાં ઝડપી બની શકે છે.

હત્યા કરીને દાઉદ શેખ ભાગીને પનવેલ પહોંચ્યો હતો. ત્યાંથી તે કર્ણાટકના ગુલબર્ગા ગયો હતો. પાંચ દિવસ પછી ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી પોલીસના હાથમાં મૃતક યુવતી યશશ્રીનો મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેના કારણે તપાસમાં ઝડપ આવે તેવી શક્યતા છે.

દાઉદ શેખે યુવતીની હત્યા કરવા માટે ધારદાર છરીનો ઉપયોગ કર્યો હતો. ઉરણમાં નિર્જન સ્થળે એણે યશશ્રીની હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે મૃતદેહને રેલ્વે સ્ટેશન નજીક ઝાડીઓમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ તે ભાગીને ઉરણ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ટ્રેન પ્રવાસ દરમિયાન તેણે હત્યામાં વપરાયેલી છરી ફેંકી દીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારની તપાસ કરી છરી મેળવી હતી, પરંતુ યુવતીનો મોબાઈલ ઘણા દિવસો સુધી મળ્યો ન હતો. આખરે પોલીસને યશશ્રીનો મોબાઈલ ફોન મળી ગયો છે.

પોલીસ પાસે હવે બે મહત્વના પુરાવા છે. હત્યામાં વપરાયેલી છરી અને યશશ્રીનો મોબાઇલ. જોકે, પોલીસને શંકા છે કે હત્યા બાદ શેખે યુવતીનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી નાખ્યો હશે. શેખે પોલીસને જણાવ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી યશશ્રી સાથે મોબાઇલથી સંપર્કમાં હતો.

આરોપી શેખ યશશ્રીને મળવા માટે કર્ણાટકથી ઉરણ આવ્યો હતો, પણ યશશ્રીએ મુલાકાતનો ઇનકાર કરતા તેણે તેના વાંધાજનક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો. ત્યાર બાદ યશશ્રી તેને મળવા માટે મજબુર થઇ હતી. આરોપી યશશ્રી સાથે લગ્ન કરીને કર્ણાટકમાં ઠરીઠામ થવા માગતો હતો, પણ યશશ્રીનો ઇનકાર તેની હત્યાનું કારણ બન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button