મહારાષ્ટ્ર કાઉન્સિલ ચૂંટણી: શિવસેનાનો નાસિક ટીચર્સ સીટ પર વિજય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણીમાં શિવસેનાના કિશોર દરાડે નાસિક શિક્ષક મતવિસ્તારમાંથી વિજયી થયા છે. સોમવારે મધરાત બાદ આ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
દરાડેએ તેમના નજીકના હરીફ વિવેક કોલ્હે (અપક્ષ)ને હરાવીને અને મતદાન કરાયેલા 63,151 માન્ય મતોમાંથી વિજેતા ક્વોટા પૂરો કરીને બેઠક જાળવી રાખી હતી, એમ એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ જાહેર: મુંબઈ અને કોંકણમાં કોણ જીત્યું?
મુંબઈ સ્નાતક, કોંકણ સ્નાતક, મુંબઈ શિક્ષક અને નાસિક શિક્ષક મતદારક્ષેત્ર માટે 26 જૂને મતદાન થયું હતું. નાશિક શિક્ષક સિવાય, અન્ય ત્રણ બેઠકોના પરિણામો સોમવારે જ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર
શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે ભાજપના કિરણ શેલારને હરાવીને મુંબઈ સ્નાતક મતવિસ્તારમાં જીત મેળવી હતી. કોંકણ સ્નાતક મતવિસ્તારમાં ભાજપના વર્તમાન એમએલસી નિરંજન ડાવખરેએ કોંગ્રેસના રમેશ કીરને હરાવ્યા હતા. શિવસેના (યુબીટી)ના ઉમેદવાર જે. એમ. અભ્યંકરે મુંબઈ શિક્ષક મતદારસંઘની બેઠક જીતી હતી.
(પીટીઆઈ)