મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ, મુંબઈના સૌથી વધુ…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 25મી મેના એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મુંબઈના દર્દીની સંખ્યા છે. કોઈ દર્દીનું મોત થયું નથી, જ્યારે તમામ દર્દીની હાલત સ્થિર છે. આરોગ્ય વિભાગે સતર્કતા દાખવવાની સલાહ આપી છે અને લોકોને ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની અપીલ કરી છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ફરી કોવિડ-19 સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર રાજ્યમાં એક જ દિવસમાં નવા 43 કેસ નોંધાયા છે, જ્યારે સૌથી વધુ કેસ 35 મુંબઈના છે, જ્યારે મહાનગરમાં લોકોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. અન્ય આઠ કેસ અલગ અલગ શહેરના નોંધાયા છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
રાહતની વાત એ છે કે કોઈ દર્દીનું મોત થયું નથી. સંક્રમિત દર્દીઓની હાલત સ્થિર છે અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ડોક્ટરની દેખરેખ હેઠળ રાખ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે નાગરિકોને સતર્ક રહેવા અને જરુરિયાત પડે તો માસ્ક પહેરવા તથા ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે.
દેશમાં ફરી એક વખત કોવિડ-19 સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ઉપલબ્ધ અહેવાલ પ્રમાણે દેશમાં બે નવા વેરિયન્ટ એનબી.1.8.1 અને એલએફ.7 ભારતમાં જોવા મળે છે, જેમાં એનબી.1.8.1 નો એક કેસ એપ્રિલમાં તમિલનાડુમાં મળ્યો હતો, જ્યારે એલએફ.7ના ચાર કેસ મેમાં નોંધાયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ બંને વેરિયન્ટ્સને વોચ કેગેગરીમાં રાખ્યા છે. અન્ય અહેવાલ અનુસાર ચીન અને એશિયાના અન્ય દેશમાં કોવિડના કેસમાં વધારા માટે આ જ વેરિયન્ટ્સ જવાબદાર છે.
આપણ વાંચો : ભારતમાં કોવિડ-19ના વધી રહેલા કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા