આમચી મુંબઈ
લિંગ પરિવર્તન સર્જરી બાદ મહારાષ્ટ્રના કોન્સ્ટેબલની પિતૃત્વ માટેની ઈચ્છા પૂર્ણ
બીડ: થોડાં વર્ષો પહેલાં સેક્સ રિ-એસાઇનમેન્ટ સર્જરી કરાવ્યા બાદ લલિતાથી લલિત બન્યા અને હવે પિતા – મહારાષ્ટ્રના પોલીસ કોન્સ્ટેબલની આ એક અદ્ભુત સફર છે. પુરુષ બનવા માટે કોન્સ્ટેબલ લલિત કુમાર સાલ્વેએ સર્જરી કરાવી હતી અને ૨૦૨૦ માં લગ્ન કર્યા બાદ ૧૫ જાન્યુઆરીએ એક છોકરાના પિતા બન્યા હતા. બીડ જિલ્લાના માજલગાંવ તાલુકાના રાજેગાંવના રહેવાસી, સાલ્વે પરિવારમાં એક નવા સભ્યના ઉમેરાથી ખુશ છે અને સ્ત્રીથી પુરુષ બનવાની તેમની સંઘર્ષોથી ભરેલી સફર યાદ કરે છે. જૂન ૧૯૮૮માં લલિતા સાલ્વેના રૂપમાં જન્મેલી.બાળકી ૨૦૧૦માં એક મહિલા તરીકે પોલીસ ફોર્સમાં જોડાઈ હતી, પરંતુ ૨૦૧૩માં શરીરમાં ફેરફારો થવાનું શરૂ થયું અને તબીબી પરીક્ષણો કરાવ્યા, જેમાં વાય રંગસૂત્રની હાજરીની પુષ્ટિ થઈ. પુરુષોમાં એક્સ અને વાય સેક્સ રંગસૂત્રો હોય છે, જયારે સ્ત્રીઓમાં એક્સ રંગસૂત્રો હોય છે. ઉ