Maharashtra Election 2024 : કોંગ્રેસે 16 બળવાખોર નેતાઓને આ કારણે કર્યા પક્ષમાંથી સસ્પેન્ડ

મુંબઈ:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharashtra Election 2024) પૂર્વે કોંગ્રેસ એક્શનમાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રવિવારે 16 નેતાઓને તેમના બળવાખોર વલણ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પાર્ટીએ આ પગલું ભર્યું છે કારણ કે તે 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી (MVA)ના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડશે. કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું છે કે MVA ઉમેદવારો સામે લડી રહેલા તમામ બળવાખોરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જિલ્લાઓમાંથી મળેલી યાદી બાદ કાર્યવાહી
કોંગ્રેસના નેતા ચેન્નીથાલાએ જણાવ્યું હતું કે જિલ્લા એકમોને 20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે લડતા બળવાખોરોની યાદી તૈયાર કરવા અને તેમને નોટિસ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
Also Read – એમવીએનું મહારાષ્ટ્રનામા…
કોઈ મૈત્રીપૂર્ણ લડાઈ થશે નહીં
મહારાષ્ટ્ર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું કે ચૂંટણીમાં કોઈ મૈત્રીપૂર્ણ લડાઈ થશે નહીં. MVA એટલે કે મહાવિકાસ અઘાડીના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના તમામ બળવાખોરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. MVAમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)અને શરદ પવારની NCP(SP)સામેલ છે.