આમચી મુંબઈ

मुख्यमंत्री – माझी लाडकी बहीण યોજનામાં થનારી ગેરરીતિ અંગે શિંદેએ અધિકારીઓને આપી ચેતવણી

મુંબઈઃ સરકાર દ્વારા લોકકલ્યાણની અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને લોકોને વ્યક્તિગત રીતે આર્થિક મદદ થઇ રહે એ માટે પણ અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જોકે, સરકારની યોજનાનો જનતાને લાભ મળે એ માટે સરકારી અધિકારીઓ અથવા તો વચેટિયાઓ અડચણ બની રહેતા હોય છે. જોકે, મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારે આવી કોઇ ઘટના ન બને અને સરકારી યોજના સામાન્ય નાગરિક સુધી પહોંચે એ માટે મક્કમતા દર્શાવી છે.

હાલમાં જ બહાર પાડવામાં આવેલા બજેટમાં 2.5 લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતી 21 વર્ષથી 65 વર્ષ સુધીની મહિલાઓને મહિને સાડા અઢી હજાર એટલે કે વર્ષે અઢાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવા માટે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના જાહેર કરવામાં આવી હતી. જોકે, રાજ્યની તમામ જરૂરિયાત મહિલાઓ જે આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર છે તેમના સુધી તેનો લાભ પહોંચે તેની ખાતરી થાય એ માટે મુખ્ય પ્રધાને કડક સૂચના બહાર પાડી છે.

આ યોજનાનો લાભ લેવા માગતી મહિલા પાસેથી કોઇપણ સરકારી અધિકારીએ લાંચ માગી છે અથવા કોઇપણ વચેટિયાએ અડચણ ઊભી કરીને પૈસાની ઉચાપત કરવાનો પ્રયત્ન કર્યો છે, તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ મુખ્ય પ્રધાન શિંદેએ જણાવ્યું હતું.

આ પન વાચો : લાડલી બહેન યોજનામાં પણ કરપ્શન! દસ્તાવેજો જમા કરાવવા આવેલી મહિલાઓ પાસેથી પડાવ્યા પૈસા

ઉલ્લેખનીય છે કે પહેલા આ યોજના માટે પાત્ર મહિલાઓની ઉંમર 62 વર્ષ રાખવામાં આવી હતી, જે પછીથી વધારીને 65 વર્ષ કરવામાં આવી હતી. આ સિવાય યોજના માટે અરજી કરવા માટે વધુ સમય પણ આપવામાં આવ્યો હતો. યોજના માટે પાત્ર મહિલાઓ હવે 31 ઓગસ્ટ, 2024 સુધી પોતાનું ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત, બહેનો અને માતાઓને કોઇ પણ પ્રકારની અડચણનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવાની સૂચના પણ એક બેઠકમાં શિંદેએ અધિકારીઓને આપી હતી.

જિલ્લાધિકારીઓને અપાઇ સૂચના
જોઇ કોઇપણ સરકારી અધિકારી કે કર્મચારી આ યોજનાનો લાભ આપવા બદલ પૈસાની માગણી કરે તો તેમના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે, તેવી સૂચના શિંદેએ આપી હતી. આ ઉપરાંત આ યોજના પારદર્શક રીતે અમલમાં લવાય તેની ખાતરી કરવાની સૂચના શિંદેએ બધા જ જિલ્લાધિકારીઓને આપી છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં યોજનાની અમલબજાવણી યોગ્ય રીતે થઇ રહી છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરવાનો આદેશ પણ શિંદેએ આપ્યો છે.

For link website
https://govtsoochna.com/mazi-ladki-bahin-yojana-official-website-link/

मुख्यमंत्री – माझी लाडकी बहीण

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો