આમચી મુંબઈ

કોસ્ટલ રોડ નજીક બીકેસી જેવા આર્થિક કેન્દ્રોની યોજના?

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને અધિકારીઓને મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ નજીક સરકારી જમીન પર બીકેસી જેવા આર્થિક કેન્દ્રો વિકસાવવા નિર્દેશ આપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે અધિકારીઓને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)નાં ધોરણે મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ નજીકની સરકારી જમીન પર આર્થિક કેન્દ્રો વિકસાવવા જણાવ્યું હતું.

પ્રસ્તાવિત વર્સોવાથી ભાયંદર કોસ્ટલ રોડ (નોર્થ કનેક્ટર) પરની સમીક્ષા બેઠકમાં મુખ્ય પ્રધાને સમયસર પરવાનગીઓ અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂક્યો, જેમાં મેન્ગ્રોવ્સના વાવેતરનો સમાવેશ થાય છે.

‘મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી વિકાસની વિશાળ સંભાવના ખુલે છે. આવા વિસ્તારોમાં સરકારી જમીનને ચિહ્નીત કરવી જોઈએ અને બીકેસી જેવા નવા આર્થિક કેન્દ્રો તૈયાર કરવા જોઈએ,’ એમ ફડણવીસે કહ્યું હતું.

આ પણ વાંચો: વરસાદને કારણે કોસ્ટલ રોડના પ્રોમોનેડના કામમાં વિધ્ન

વર્સોવા-ભાયંદર કોસ્ટલ રોડના મહત્વ પર ભાર મૂકતાં, તેમણે એવો નિર્દેશ આપ્યો હતો કે પ્રોજેક્ટથી પ્રભાવિત મેન્ગ્રોવ્સને વધારાના વનીકરણ દ્વારા અન્યત્ર સ્થાપિત કરવા જોઈએ.

ફડણવીસે જણાવ્યું હતું કે, વિલંબ ટાળવા માટે તમામ જરૂરી પર્યાવરણની અને બાંધકામ પરવાનગીઓ એકસાથે મેળવવી જોઈએ અને પ્રોજેક્ટ ડિસેમ્બર 2028ની નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટ માટે આશરે 165 હેક્ટર જમીનની જરૂર છે, જેમાંથી મોટાભાગની જમીન સરકારી છે અને સંબંધિત વિભાગોને 15 દિવસમાં જમીન ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ પણ વાંચો: કોસ્ટલ રોડ: પ્રભાદેવીથી વરલીને જોડતો 550 મીટરનો વેહિકલ અંડરપાસ શુક્રવારથી ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો…

જો વર્સોવામાં મત્સ્યોદ્યોગ વિભાગની ઇમારતને અસર થાય છે, તો વિભાગ સાથે સંકલન કરીને તેને સંપાદિત કરવા માટે તાકીદે પગલાં લેવા જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

ફડણવીસે જણાવ્યું હતું કે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) સાથે સંકલન કરીને મઢથી વર્સોવા સુધીનો કનેક્ટિંગ રોડ પણ વિકસાવવો જોઈએ.

ફડણવીસે વધુમાં કોસ્ટલ રોડ પર હોર્ડિંગ્સ અને ફ્લેક્સ બોર્ડ જેવી જાહેરાતની માળખાકીય સુવિધાઓ માટે આયોજન કરવાનું પણ સૂચન કર્યું હતું. જાહેરાતોમાંથી થતી આવકનો ઉપયોગ રોડની જાળવણી અને વ્યવસ્થાપન માટે થવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

વર્સોવા-ભાયંદર કોસ્ટલ રોડનો મુખ્ય ભાગ 26 કિલોમીટર લાંબો હશે, જ્યારે કનેક્ટર રોડ સહિત કુલ નેટવર્ક 63 કિલોમીટરનું હશે. આ પ્રોજેક્ટને છ પેકેજોમાં વહેંચવામાં આવ્યો છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, એમ મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) તરફથી એક નિવેદનમાં જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button