આમચી મુંબઈ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી

મુંબઈ: મહારાષ્ટ્ર સોમવારે ગુનાની તપાસમાં અને પુરાવા એકઠા કરવામાં મદદ કરવા માટે મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ફડણવીસે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી હતી. રાજ્યના ગૃહ પ્રધાન તરીકેની પણ જવાબદારી સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું કે, ભારતીય નાગરી સુરક્ષા સંહિતા, 2023 હેઠળ સાત વર્ષ કે તેથી વધુ સજાવાળા ગુનાઓ માટે ફોરેન્સિક પુરાવાનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

‘આ સુધારાઓના ભાગ રૂપે, મહારાષ્ટ્ર સરકારે ગુનાની તપાસમાં મદદ કરવા માટે મોબાઇલ ફોરેન્સિક વૅન શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે,’ એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. ફડણવીસે જણાવ્યું હતું કે, સમગ્ર મહારાષ્ટ્રમાં 259 મોબાઇલ ફોરેન્સિક વૅન શરૂ કરવામાં આવશે, જેમાંથી 21 પહેલેથી જ સંપૂર્ણપણે સજ્જ અને કાર્યરત છે.

Also read: દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્ર્વાસનો મત જીત્યો

‘બ્લોક-ચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ક્રાઈમ સીન એપ્લિકેશન ખાતરી કરશે કે પુરાવા સુરક્ષિત રીતે એકત્રિત કરવામાં આવે અને બારકોડિંગ સાથે સંગ્રહિત કરવામાં આવે. આનાથી પુરાવા સાથે ચેડાં અથવા નાશ કરવાનું અશક્ય બનશે જેના કારણે ગુનેગારો હવે સજાથી બચી શકશે નહીં,’ એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પહેલ ગુનેગારોમાં ભય પેદા કરશે અને સજાના દરમાં નોંધપાત્ર વધારો કરશે. મોબાઇલ ફોરેન્સિક વૅન ફોરેન્સિક કીટ, સાયબર સાધનોથી સજ્જ છે અને પ્રશિક્ષિત કર્મચારીઓ ચોવીસ કલાક ગુનાના સ્થળોની મુલાકાત લઈ શકશે.તેઓ ગુનાના સ્થળે જ પ્રયોગશાળા જેવા વાતાવરણમાં પરીક્ષણો કરી શકવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button