આમચી મુંબઈ

મોંઘીદાટ ગાડી પૂરપાટ ઝડપે ચલાવનારા બેને કચડી નાંખનારા સગીર વિશે મુખ્ય પ્રધાને શું કહ્યું?

મુંબઈ: પુણેમાં 17 વર્ષીય ટીનેજરે પૂરપાટ ઝડપે ગાડી દોડાવી અકસ્માત કર્યો અને તેમાં બે જણના મૃત્યુ થયા એ ઘટનામાં આરોપી સગીર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પુણેના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે મોંઘીદાટ પોર્શ કાર ચલાવી રહેલા સગીરે દારૂ પીને બે બાઇકસવારને ટક્કર મારી હોવાનો પોલીસનો દાવો છે. પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં બંને બાઇકસવારનું મોત થયું હતું.


પોલીસે આ કેસમાં આરોપી સગીરના પિતાની ધરપકડ કરી છે જે વ્યવસાયે રિયલ એસ્ટેટ ડેવલપર છે. આ ઉપરાંત સગીરને દારૂ પીરસવા બદલ બે હોટેલના ત્રણ કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.


પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન(દેવેન્દ્ર ફડણવીસ) તેમ જ પાલક પ્રધાન(અજિત પવાર) દ્વારા આ કેસમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે રાજ્યના ડીજીપી(ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) દ્વારા પણ સખત પગલાં લેવાનું જણાવવામાં આવ્યું હોવાનું પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું. તેમણે પોલીસ દ્વારા આ મામલે નરમ વલણ અપનાવવામાં આવી રહી હોવાની વાત વિશે પણ પત્રકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર શખસો વિરુદ્ધ સરકાર અને પોલીસ યોગ્ય પગલા લેવા માટે કટીબદ્ધ છે.


શુંં પોલીસ પર આ કેસને લઇને કોઇ દબાણ બનાવવામાં આવી રહ્યું છે એવા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ કેસમાં શરૂઆતથી જ પોલીસ કાયદાને અનુસરીને પોતાનું કામ કરી રહી છે. પોલીસ પર આ મામલે કોઇપણ દબાણ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


તેમણે આ વિશે વધુ વાત કરતા જણાવ્યું હતું કે મેં ગઇકાલે જ કહ્યું હતું કે અમે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ કાયદાકીય પગલા વિશે ચર્ચા કરવા માટે તૈયારી છીએ. અમે શક્ય તેટલી કડક કાર્યવાહી કરી છે. જો કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે તેના કરતાં વધુ કડક જોગવાઇઓ છે તો તેમણે આગળ આવીને જાહેરમાં ચર્ચા કરવી જોઇએ. પહેલા જ દિવસે પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બોલો, મુંબઈને ત્રણ વર્ષ અને પુણેને નવ વર્ષ પૂરવઠો કરી શકાય એટલું પાણી તો એક વર્ષમાં…

આ ઉપરાંત અદાલત સમક્ષ પણ પણ આ કેસની ગંભીરતા જોઇને સગીર વિરુદ્ધ વયસ્કની રીતે ખટલો ચલાવવામાં આવે એવી અરજી કરવામાં આવી છે.


જોકે હજી સુધી સગીરના બ્લડ રિપોર્ટ મળવાના બાકી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે રેસ્ટોરાંના બિલ અને સીસીટીવી કેમેરા પરથી સગીરે દારૂનું સેવન કર્યું હોવાનું સ્પષ્ટ થતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


આ ઉપરાંત કોઇ પોલીસ આરોપીની મદદ કરતું હોવાનું જણાશે તો તે પોલીસકર્મી વિરુદ્ધ પણ કડક પગલા લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે રવિવારે મધરાતે 3:15 વાગ્યે પાર્ટી કર્યા બાદ પોર્શ ગાડીમાં પૂરઝડપે નીકળેલા યુવાનોએ બે બાઇકસવારોને ટક્કર મારી હતી આ ઘટનામાં 24 વર્ષના મૂળ મધ્ય પ્રદેશના બે બાઇકસવાર અનીસ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટાનું મૃત્યુ થયું હતું. આ બંને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના કર્મચારી હોવાનું જાણવા મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો