જી-ટવેન્ટી મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યું આ નિવેદન

મુંબઈઃ ભારતે જી-ટવેન્ટીનું યજમાનપદ મળવાની બાબત એક પ્રક્રિયા હોવાની વાત માાનવામાં આવી રહી છે, પરંતુ આ પરિષદને સફળ બનાવવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અભિનંદનને પાત્ર છે. આ સમિટ દરમિયાન ઘણા બધા દેશો વચ્ચે વેપાર-વાણિજ્યના મહત્વના કરાર થયા હતા, જેની અસર ભવિષ્યમાં જોવા મળશે. જી-ટવેન્ટીની પ્રશંસા દુનિયાભરના નેતાઓ કરી રહી રહ્યા છે ત્યારે દેશના વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનોએ વખાણ કરતા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એક નાથ શિંદેએ કહ્યું હતું કે ભારત માટે આ એક ઐતિહાસિક સુવર્ણ દિવસ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેમથી દુનિયાને જીતી લીધી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એક્સ (ટવિટર) લખ્યું હતું કે ભારત માટે ઐતિહાસિક દિવસ હતા, જ્યારે વિશ્વના વિવિધ દેશોના વડાઓ આ શનિવારે G-20 સમિટના પ્રસંગે રાજધાની દિલ્હી આવ્યા હતા.અને વડા પ્રધાન મોદીના પરિશ્રમને કારણે ભારતની ખ્યાતિ સમગ્ર દુનિયામાં ફેલાઈ છે. તેઓ દેશને મહાસત્તા બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ફ્રાન્સ, કેનેડા અને યુએઈ વગેરે અનેક શક્તિશાળી દેશના વડાઓ દિલ્હી આવ્યા હતા. આ ઐતિહાસિક કાર્યકમ વખતે વડા પ્રધાન મોદીએ ‘એક સમજૂતી અને એક ભાવના’ સાથે વધુ સમૃદ્ધ અને સુમેળભર્યા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું.
શિંદેએ કહ્યું હતું કે વડા પ્રધાન દ્વારા રજૂ કરાયેલ ‘દિલ્હી ઘોષણા’ આ સમિટમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવી હતી. G-20 જૂથના સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે તેનું સ્વાગત કર્યું હતું. આ અમારી મોટી રાજકીય સફળતા હતી.
આ G20ની સમિટે સાબિત કર્યું છે કે વૈશ્વિક નેતા તરીકે પીએમ મોદીની છબી આપણા દેશ માટે ગૌરવનો સ્ત્રોત છે. ભારત રાષ્ટ્રે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના સાથે G-20 સમિટની યજમાની સ્વીકારી અને તેનું સફળતાપૂર્વક આયોજન કર્યું. તે આપણા બધા માટે ગૌરવની વાત છે અને આ પળ એક સોનેરી દિવસ સમાન છે, એમ તેમણે જણાવ્યું હતું.