આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 15 ડિસેમ્બરે: નાગપુરમાં થશે શપથ ગ્રહણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 15 ડિસેમ્બરે કરવામાં આવશે. આ વ્યૂહાત્મક પગલું રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર પહેલા લેવામાં આવ્યું છે, જે 16 ડિસેમ્બરે મહારાષ્ટ્રની બીજી રાજધાની નાગપુરમાં શરૂ થવાનું છે. નવા પ્રધાનોનો શપથ ગ્રહણ સમારોહ નાગપુરમાં આયોજિત કરવામાં આવશે એમ પણ સૂત્રોએ માહિતી આપી છે.

સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સમારોહ દરમિયાન લગભગ 30 મંત્રીઓ શપથ લે તેવી અપેક્ષા છે.

પાંચમી ડિસેમ્બરે મુંબઈમાં શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવાર સાથે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ બાદ આ વિસ્તરણ લગભગ દસ દિવસના વિલંબથી થઈ રહ્યું છે.

આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર,મહારાષ્ટ્ર તેની કરોડરજ્જુ બનશે: ફડણવીસ…

રાજ્ય વિધિમંડળ કાયદા અનુસાર રાજ્યમાં મહત્તમ 43 પ્રધાનો હોઈ શકે છે અને અત્યારે પ્રધાનમંડળમાં એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનો જ છે. રાજ્યના 30 નવા પ્રધાનોમાં ક્યા પક્ષના કેટલા પ્રધાનો શપથ ગ્રહણ કરશે તે હજી સુધી નક્કી થયું ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button