આમચી મુંબઈ

મહારાષ્ટ્ર બજેટ પાણીના ધાંધિયા દૂર થશે, ૩૦૦ યુનિટ વીજળી મફત

  • ટેક્સમાં કોઇ વધારો નહીં
    *૨૬૩ નવી મેટ્રો લાઇનની જોગવાઇ
  • છ લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ રજૂ

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સામે સૌપ્રથમ બજેટની બેગ મૂક્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન તેમ જ મહારાષ્ટ્રના નાણા પ્રધાન અજિત પવારે મહારાષ્ટ્રનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે આ બજેટ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પવારે કુલ ૬,૦૦,૫૨૨ કરોડ રૂપિયાના ખર્ચવાળું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મહિલા, યુવાનો અને ગરીબ ખેડૂતો માટેની યોજનાઓની અમલબજાવણી ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરતું હોવાનું પવારે જણાવ્યું હતું.

બજેટમાં સૌથી મોટો હાંશકારો સામાન્ય નાગરિકો માટે ટેક્સમાં ન કરવામાં આવેલો વધારો હતો. વચગાળાના બજેટમાં કોઇપણ પ્રકારની ચીજવસ્તુઓ કે પછી સેવાઓ ઉપર ટેક્સ વધારો કરવામાં આવ્યો નહોતો.

૮,૬૦૯ કરોડ રૂપિયાની પૂરક માગણીઓનો પ્રસ્તાવ બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. અજિત પવારે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪-૨૫ માટે અત્યારે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. બાકીનું બજેટ લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાર પછીના વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે.

તેમણે બજેટ રજૂ કરતા અમુક મોટી જાહેરાત કરી હતી જેની અસર મહારાષ્ટ્રની સામાન્ય જનતાને થશે. મહારાષ્ટ્ર સરકાર એક ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્ય રાખી રહી છે. આ ઉપરાંત તેમણે વિવિધ યોજનાઓ માટે ફાળવેલા બજેટની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાનની ‘ગ્રામ સડક’ એટલે કે ગામડાઓમાં રસ્તાઓ બનાવવા અને તેને રસ્તાઓ સાથે જોડવાની યોજના માટે ૭,૬૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. કુલ ૭,૦૦૦ કિલોમીટરના રસ્તાઓ તૈયાર કરવાની રાજ્ય સરકારની યોજના હોવાનું પવારે જણાવ્યું હતું.

પાણીની અછતની સમસ્યા દૂર થશે
કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં પૂર અને અન્ય નૈસર્ગિક આપત્તિઓના કારણે વારંવાર થતા નુકસાનને રોકવા માટે વર્લ્ડ બૅંકની મદદથી ૩,૨૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર સિંચન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આવતા ત્રણ વર્ષમાં રાજ્યમાં પચીસ વર્ષથી જૂના ૧૫૫ પ્રોજેક્ટનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ સિવાય ૭૫ સિંચાઇ પ્રોજેક્ટ જે અપૂર્ણ છે તે પણ પૂરા કરવામાં આવશે. જેના કારણે ૩,૫૫,૦૦૦ સિંચન ક્ષમતા અને ૨૩.૩૭ ટીએમસી પાણી પુરવઠો નિર્માણ થશે. તેની માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
કૃષિ ક્ષેત્રને ૩૬૫૦ કરોડ, પશુપાલન વિભાગને ૫૫૦ કરોડ
કૃષિ ક્ષેત્ર માટે પણ ૩૬૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પશુપાલન વિભાગ માટે પણ સાડા પાંચસો કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. રાજ્યમાં ૧૮ નાના ઔદ્યોગિક પરિસર શરૂ કરવામાં આવશે.

ગૃહ ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજી ઉઠ્યું
રાજ્યના વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે એવી ઘોષણા કરી હતી કે આખું ગૃહ જય શ્રીરામના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

રાજ્યમાં વચગાળાનું બજેટ દરમિયાન શ્રીનગર અને અયોધ્યા ખાતે મહારાષ્ટ્ર ભવન બાંધવાની જાહેરાત અજિત પવાર દ્વારા કરવામાં આવી હતી અને આ માટે રૂપિયા ૭૭ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અજિત પવારની જાહેરાત બાદ વિધાન સભામાં જય શ્રીરામની ઘોષણા શરૂ થઈ ગઈ હતી.
નાણા પ્રધાન અજિત પવારે અયોધ્યા ખાતે મહારાષ્ટ્ર ભવન ઊભું કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી અને એ સાથે સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ મહારાષ્ટ્ર ભવન ઊભું કરવાની ઘોષણા કરી હતી.
કયા ક્ષેત્રને કેટલું ભંડોળ?
યોજના ભંડોળ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ૭,૬૦૦ કરોડ
કૃષિ વિભાગ ૩,૬૫૦ કરોડ
પશુપાલન વિભાગ ૫૦૦ કરોડ
સામૂહિક પ્રોત્સાહન યોજના ૭,૦૦૦ કરોડ
વિદર્ભ-સિંચાઇ ૨,૦૦૦ કરોડ
સંભાજીનગર એરપોર્ટ ૫૭૮ કરોડ
મિહાન(નાગપુર) પ્રોજેક્ટ ૧૦૦ કરોડ
કૌશલ્ય વિભાગ ૮૦૭ કરોડ

રેડિયો ક્લબ જેટ્ટી ૨૨૭ કરોડ

મુંબઈને શું મળ્યું?

  • વિરાર-અલીબાગ મલ્ટી પર્પસ કોરિડોર માટે ૨૨,૨૨૫ કરોડ રૂપિયા
  • કલ્યાણ-મુરબાડ અને પુણે-નાશિક માટે નવી રેલવે લાઇન
  • સાગરમાલા યોજના અંતર્ગત ગેટ-વે ખાતે રેડિયો ક્લબ જેટ્ટી માટે ૨૨૯.૨૯ કરોડ રૂપિયાની ફાળવણી
  • એલિફન્ટા અને મુંબઈ પોર્ટના વિકાસ માટે ૮૮ કરોડ રૂપિયા
  • લોનાવલામાં વર્લ્ડ ક્લાસ સ્કાયવૉક માટે ૩૩૩.૫૬ કરોડ રૂપિયા
  • વર્સોવા-બાંદ્રા સી-બ્રિજનું પાલઘર સુધી વિસ્તરણ

* વરલી ખાતે આધુનિક પ્રશિક્ષણ-કૌશલ્ય વિકાસ ભવન

રૂફ ટોપ સોલાર યોજના માટે પણ ₹ ૭૮,૦૦૦ કરોડની સબસિડી

તેમાં પણ સૌથી મોટી જાહેરાત સામાન્ય નાગરિકો માટે મફત વીજળીની કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને ૩૦૦ યુનિટ વીજળી મફતમાં આપવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. આ જાહેરાતને પગલે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને મધ્યમ વર્ગીય લોકોને ફાયદો થશે અને તેમના ઘરનું માસિક બજેટ સચવાશે. તે સિવાય વીજળીનો વેડફાટ ઘટે અને સૌર ઊર્જાનો ઉપયોગ વધે એ માટે રૂફ ટોપ સોલાર યોજના માટે પણ ૭૮,૦૦૦ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. દરેક જિલ્લાઓમાં એક લાખ મહિલાઓને રોજગાર, વિદર્ભમાં સિંચન માટે બે હજાર કરોડ રૂપિયા, સંભાજીનગર એરપોર્ટ માટે ૫૭૮ કરોડ રૂપિયા નાગપુરની મિહાન યોજનાઓ માટે ૧૦૦ કરોડ રૂપિયા ઉપરાંત અન્ય અનેક પ્રકલ્પો માટે ભંડોળ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

રેલવે માટે ₹ ૧૫,૦૦૦ કરોડ

રાજ્યમાં નવી મેટ્રો શરૂ કરવા માટે વિશેષ યોજના તૈયાર કરવામાં આવી હોવાનું પણ પવારે જણાવ્યું હતું. રાજ્યને ૭૦૫૭ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોનની જાહેરાત પણ પવારે કરી હતી. આ સિવાય રાજ્યમાં રેલવેની વિવિધ યોજનાઓ માટે ૧૫ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉ

વર્સોવા-બાંદ્રા સી-બ્રિજનો પાલઘર સુધી વિસ્તાર
કોસ્ટલ રોડનું કામ અંતિમ તબક્કામાં છે ત્યારે વર્સોવા-બાંદ્રા સી-બ્રિજનો વિસ્તાર પાલઘર સુધી કરવાની જાહેરાત બજેટ સત્રમાં કરવામાં આવી હતી. વિરાર-અલીબાગ મલ્ટીકૉરિડોર, જાલના-નાંદેડ કૉરિડોર માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા પણ લગભગ પૂરી થઇ ગઇ છે. સમુદ્રમાં નવમાંથી ત્રણ પુલને માન્યતા આપવામાં આવી છે. રાજ્યમાં ૭,૫૦૦ કિલોમીટરના રસ્તાઓ બનાવવાનું કામ પણ હાથ ધરાયું છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો