આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર બજેટઃ આરોગ્ય વિભાગ પર વધુ ભંડોળની જોગવાઈ કરવાની માગણી

મુંબઈ: કોવિડ-19ની મહામારી પછી આરોગ્ય વિભાગની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો છે અને આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અંદાજપત્રમાં (બજેટમાં) મોટા પાયે જોગવાઈ કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં રજૂઆત કરી હતી. આ પાર્શ્વભૂમિ પર આરોગ્ય વિભાગ દ્વારા આગામી બજેટમાં 16,133 કરોડ રૂપિયા આરોગ્ય વિભાગને ફાળવવામાં આવે એવી માંગણી નાણાં પ્રધાન અજિત પવાર સમક્ષ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર રાજ્યનું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ થવાનું છે ત્યારે પ્રત્યેક વિભાગ દ્વારા પોતાને કેટલું ભંડોળ મળે એની માંગણી નાણાં પ્રધાન સમક્ષ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગે તૈયાર કરેલી અંદાજપત્રની માંગણીમાં વિવિધ યોજનાઓ માટે 2024-25માં 16,133 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે.

ગયા વર્ષે આરોગ્ય વિભાગે 6023 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, તત્કાલીન નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બજેટમાં આરોગ્ય વિભાગ માટે 3501 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. છેલ્લા અનેક વર્ષોથી આરોગ્ય વિભાગ દ્વારા જે ભંડોળની માંગણી કરવામાં આવે છે એના 70 ટકા રકમ જ ફાળવવામાં આવતી હોવાથી આરોગ્ય વિભાગની અનેક યોજના કાં તો રખડી પડે છે અથવા એને અમલમાં નથી મૂકી શકાતી એવું આરોગ્ય વિભાગના ડોક્ટરોનું કહેવું છે.

વર્ષ 2023-24ના બજેટમાં આરોગ્ય વિભાગ દ્વારા 6023 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને નાણાં વિભાગે 3501 કરોડ મંજૂર કરી આપ્યા માત્ર 2801 કરોડ રૂપિયા. આનો અર્થ એ થયો કે આરોગ્ય વિભાગની માંગણીનું 50.99 ટકા ભંડોળ જ ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યું હતું. એનું નુકસાન આરોગ્ય વિભાગને તો થયું જ અન્ય દૈનિક સમસ્યા પણ નડી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button