ગોવિંદાને અકસ્માતે ગોળી વાગી હોવાની થિયરી પર પોલીસને શંકા
મુંબઇઃ બોલિવૂડ એક્ટર ગોવિંદાને મંગળવારે ભૂલથી પોતાના હાથથી પગમાં ગોળી મારી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે પિસ્તોલ સાફ કરતી વખતે તેમના હાથથી પિસ્તોલ પડી ગઇ અને લેવા જતા ટ્રિગર દબાઇને ગોળી વાગી ગઇ, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના પગમાં 8થી 10 ટાંકા આવ્યા હતા. તેમની તબિયત સારી છે. તેમને જનરલ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કહ્યું છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગોવિંદાને ક્લીનચીટ આપવામાં આવશે નહીં. પોલીસે પરિવારજનોની તપાસ કરવા માંડી છે. તેમની પુત્રી ટીનાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
Read This Also…એનસીપી કોની અજિત જૂથ કે શરદ પવાર? સુપ્રીમ કોર્ટમાં 15 ઓક્ટોબરે સુનાવણી
ગોવિંદાના દાવા મુજબ, પિસ્તોલ સાફ કરતી વખતે તે નીચે પડી અને તેમને ગોળી વાગી ગઇ. પોલીસને ગોવિંદાના જવાબ પર વિશ્વાસ નથી. રિવોલ્વર હાથમાં હતી ત્યારે જ ગોળી નીકળી હતી કે રિવોલ્વર નીચે પડી ત્યારે તેને ઉપાડતી વખતે ગોળી વાગી એ વાત પોલીસના સમજમાં આવતી નથી, કારણ કે પોલીસનું માનવું છે કે નીચેથી રિવોલ્વર ઉપાડતી વખતે ગોળી વાગવી શક્ય નથી. રિવોલ્વર હાથમાં હતી ત્યારે જ ગોળી નીકળીને વાગી હોઇ શકે છે. ગોવિંદા આ વાત કેમ છુપાવી રહ્યો છે? જો ખરેખર ગોવિંદા કંઈક છુપાવી રહ્યો હોય તો સત્ય શું છે?
મુંબઇ પોલીસની તપાસમાં શું સત્ય બહાર આવે છે એ જોવું રહ્યું.