મહારાષ્ટ્ર બોર્ડે દસમા ધોરણના એડમિટ કાર્ડ બહાર પાડ્યા | મુંબઈ સમાચાર

મહારાષ્ટ્ર બોર્ડે દસમા ધોરણના એડમિટ કાર્ડ બહાર પાડ્યા

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડએ દસમા ધોરણ માટેના એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. મહારાષ્ટ્ર બોર્ડની દસમા ધોરણના એડમિટ કાર્ડ સંબંધિત શાળાઓમાંથી મેળવી શકાય છે. શાળાઓ આ એડમિટ કાર્ડને સત્તાવાર વેબસાઇટ – ળફવફવતતભબજ્ઞફમિ.શક્ષ પરથી ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, શાળાઓએ વિદ્યાર્થીઓની વિગતો અને પરીક્ષા કેન્દ્રો વિશેની માહિતી તપાસવી જરૂરી છે.

મહારાષ્ટ્ર બોર્ડની દસમા ધોરણની પરીક્ષા પહેલી માર્ચથી અને બારમા ધોરણની ૨૧મી ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષા શરૂ થતાં પહેલાં પ્રશ્ર્નપત્ર વાંચવા માટે અગાઉ આપવામાં આવેલી ૧૦ વધારાની મિનિટ આ વર્ષે બોર્ડ દ્વારા આપવામાં આવશે નહીં. તેનાથી વિપરિત, હવે વિદ્યાર્થીઓને પરીક્ષાના અંતે પ્રશ્ર્નપત્ર પૂર્ણ કરવા માટે વધારાની ૧૦ મિનિટનો સમય મળશે.

Back to top button