લંડનમાં મહારાષ્ટ્ર ભવન માટે રૂ. પાંચ કરોડ મંજૂર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારે યુકેમાં સ્થાયી થયેલા મરાઠી સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી માગણીને પૂર્ણ કરીને લંડનમાં મહારાષ્ટ્ર ભવન સ્થાપવા માટે રૂ. પાંચ કરોડ મંજૂર કર્યા છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે જણાવ્યું હતું.
આ ભવન ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ પાસેથી ખરીદવામાં આવનારી મિલકત પર બનાવવામાં આવશે.
અજિત પવારની કચેરી દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ, આ હેતુ માટે લંડનમાં સૌથી જૂની વિદેશી મરાઠી સંસ્થાઓમાંની એક મહારાષ્ટ્ર મંડળને ભંડોળ ફાળવવામાં આવ્યું છે. 1932માં મહાત્મા ગાંધીના અંગત સચિવ ડો. એન.સી. કેલકરે આની સ્થાપના કરી હતી, મહારાષ્ટ્ર મંડળ લગભગ 93 વર્ષથી એક સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે.
જે લંડન અને તેની આસપાસના એક લાખથી વધુ મરાઠી ભાષી લોકોને તહેવારો, સામાજિક કાર્યક્રમો અને સમુદાય કાર્યક્રમો દ્વારા એકત્ર કરે છે. અત્યાર સુધી, આ સંગઠન ભાડાના સ્થળેથી કાર્યરત છે અને સ્થાનિકોની સતત કાયમી સુવિધાની માગણી કરવામાં આવે છે.
લંડન અને આસપાસના વિસ્તારોમાં હાલમાં લગભગ એક લાખ મરાઠી ભાષી લોકો રહે છે. અજિત પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ભવન ફક્ત મરાઠી ભાષી સ્થાનિકો માટે સાંસ્કૃતિક અને સામાજિક કેન્દ્ર તરીકે જ સેવા નહીં આપે, પરંતુ મહારાષ્ટ્ર અને યુકે વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પણ મજબૂત બનાવશે.
અહીં મરાઠી ભાષાના વર્ગો, કાર્યશાળાઓ, આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવામાં આવશે અને વૈશ્ર્વિક પ્લેટફોર્મ પર મરાઠી સાહિત્ય, નૃત્ય, સંગીત અને ઉત્સવોને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રના 31,955 કરોડના પમ્પ્ડ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ…