આમચી મુંબઈ

મહારાષ્ટ્રના બાર, પરમિટ રૂમનો ટેક્સ વધારાના વિરોધમાં 14 જુલાઈએ ડ્રાય ડે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
14 જુલાઈના રોજ મહારાષ્ટ્રભરના બાર અને પરમિટ રૂમ આલ્કોહોલિક પીણાં પીરસશે નહીં. સમન્વિત સામૂહિક વલણ અપનાવીને, એસોસિએશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ (આહાર) દ્વારા બોલાવવામાં આવેલા રાજ્યવ્યાપી બંધના ભાગ રૂપે 14 જુલાઈએ મહારાષ્ટ્રના 20,000થી વધુ બાર અને પરમિટ રૂમ બંધ રહેશે.

આ બંધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા હોસ્પિટાલિટી સેક્ટર પર ‘અવિરત અને અન્યાયી’ કર વધારો લાદવાના વિરોધમાં છે, જે આહારના મતે 1.5 લાખ કરોડ રૂપિયાના ઉદ્યોગને પતનની દિશામાં ધકેલી રહ્યું છે.

આપણ વાંચો: GIFT Cityમાં દારૂના વેચાણથી સરકારને થઈ અધધ આવક, વિધાનસભામાં કરૂી કબૂલાત..

ઉદ્યોગ દ્વારા વારંવાર કરવામાં આવેલી અપીલો પર રાજ્ય સરકારના મૌન બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેના કારણે આહારને અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ તરીકે વર્ણવવામાં આવેલા આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રમાં આહારના સભ્ય લગભગ 20,000 બાર અને પરમિટ રૂમ, મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ પરના ‘અન્યાયી’ કરનો એક થઈને વિરોધ કરે છે તે અભૂતપૂર્વ છે.

આહાર દ્વારા દારૂ પર વેટ પાંચ ટકાથી વધારીને દસ ટકા, વાર્ષિક લાઇસન્સ ફીમાં 15 ટકાનો વધારો અને એક વર્ષના સમયગાળામાં એક્સાઇઝ ડ્યુટીમાં 60 ટકાની વૃદ્ધિ સામે વિરોધ કરી રહ્યું છે. આ બંધ આહાર દ્વારા એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ઉદ્યોગ પર પડેલા ‘ટ્રિપલ ટેક્સ સુનામી’ની પ્રતિક્રિયા છે.

આપણ વાંચો: માદક પીણાંના ઉત્પાદક સંગઠનની ડમ્પિંગ પર નિયંત્રણોની માગ…

મહારાષ્ટ્રમાં સમગ્ર હોસ્પિટાલિટી ક્ષેત્ર લોહીલુહાણ થઈ રહ્યું છે. અમારી અરજીઓ બહેરા કાને પડી છે. 14 જુલાઈએ રાજ્યના દરેક બાર અને પરમિટ રૂમ રાજ્ય સરકારના કઠોર કરવેરા સામે બંધ રહેશે, એમ આહારના પ્રમુખ સુધાકર શેટ્ટીએ જણાવ્યું હતું.

મુંબઈ, પુણે, નાશિક, નાગપુર અને કોંકણના સભ્યોએ સંપૂર્ણ ભાગીદારીની ખાતરી આપી છે એમ તેમણે કહ્યું હતું.
વિવિધ કરમાં આ મોટો વધારો વધુ ભ્રષ્ટ પ્રથાઓને પ્રોત્સાહન આપવાની શક્યતા છે, જેના પરિણામે સરકારને પણ ભારે આવકનું નુકસાન થશે, એમ બાર માલિકોએ જણાવ્યું હતું.

20,000નો મજબૂત પરમિટ રૂમ અને બાર ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 20 લાખથી વધુ નોકરીઓ/રોજગારી આપે છે અને 48,000 વિક્રેતાઓની વ્યાપક ઇકોસિસ્ટમને ટેકો આપે છે, એવો દાવો આહાર દ્વારા કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button