આમચી મુંબઈ
રાજ્યમાં ૧૧ મહિનામાં ૧૨,૦૦૦ બાળકોના મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીના ૧૧ મહિનામાં ૧૨,૦૦૦થી વધુ બાળકોનાં મોત થયા હોવાનું રાજ્યના જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન પ્રકાશ આબિટકરે વિધાનપરિષદમાં માહિતી આપી હતી.
સત્તાધારી અને વિપક્ષના વિધાનપરિષદના ૧૦ સભ્યોએ એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૧૨,૪૩૮ બાળકો મૃત્યુ પામ્યા હોવાનો સવાલ ઉપસ્થિત કર્યો હતો. એ સાથે જ તેમણે એવો પણ પ્રશ્ર્ન કર્યો હતો કે કોલ્હાપુર જિલ્લામાં ૧૧ નવજાત બાળક સહિત ૧,૭૩૬ બાળકોના પણ મૃત્યુ થયા હતા કે?
આપણ વાંચો: મહાયુતિમાં તકરાર: શિવસેનાના પ્રધાને અજિત પવારના મંત્રાલયની ‘ગેરકાયદે’ ભંડોળના ડાયવર્ઝનની ટીકા કરી
આ પ્રશ્ર્નો પ્રકાશ આબિટકરે લેખિતમાં હકારાત્મક જવાબ આપ્યો હતો. જોકે તેમણે બાળકોની ઉંમર તથા મૃત્યુનું કોઈ કારણ આપ્યું નહોતું.