ઘડિયાળોન કાંટો ફરતો જાય છે, હજુ 23 ઉમેદવારના નામ જાહેર થવાના બાકી
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે ત્યારે બન્ને ગઠબંધન મહાવિકાસ આઘાડી અને સત્તાધારી મહાયુતી તમામ 288 બેઠક પર નામ જાહેર કરી શકી નથી. આ સાથે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષો પણ રાહ જોઈને બેઠા છે, જેમાં સમાજવાદી પક્ષનો પણ સમાવેશ થાય છે.
મહાવિકાસ આઘાડીએ હજુ 16 બેઠક પર નામ જાહેર કરવાના બાકી છે. આમાંથી સમાજવાદી પાર્ટીને કેટલી મળી તે અંગે પણ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
તો બીજી બાજુ મહાયુતીમાં હજુ સાત બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થયા નથી.
મહાવિકાસ આઘાડીનો 85 બેઠકની જાહેરાત તો ખોટી પડી છે. કૉંગ્રેસ સૌથી આગળ 103 બેઠક ર નામ જાહેર કરી ચૂકી છે. એટલે લગભગ તેમના પક્ષની તમામ નામ જાહેર થઈ ગયા છે ત્યારે ઠાકરેએ 87 અને શરદ પવારે 82 બેઠક પર નામ જાહેર કર્યા છે. બાકીની 16 બેઠકમાં સાથી પક્ષોને કેટલી બેઠક મળશે તે પણ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો….પ્રદૂષણ થશે તો બાંધકામ બંધ થઇ જશે, BMC આક્રમક
મહાયુતીની વાત કરીએ તો 150 બેઠક પર ભાજપે નામ જાહેક કરવાની વા કરી હતી, પરંતુ 146 બેઠક પર ભાજપના નેતાઓના નામ જાહેર થયા છે ત્યારે 4 બેઠક તેમણે સાથી પક્ષને આપી છે. જેમાં મુંબઈની કલિના બેઠક રિપબ્લિકનને ગઈ છે. શિંદેસેનાએ 80 બેઠક પર નામ જાહેર કર્યા છે. આથી 58 બેઠક અજિત પવારના ફાળે આવી હોય તેમ માનીએ તો હજુ 51 જામ જાહેર થયા છે.
લગભગ આ પહેલી ચૂંટણી છે જ્યારે પક્ષના નેતાઓ છેલ્લા દિવસ સુધી અસંમજસમાં છે અને આંધાધૂંધીનો માહોલ છે. આને સાંજે જ્યારે તમામ ફોર્મ ભરાશે અને બે દિવસ બાદ પાછા ખેંચાશે તે બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે કયા પક્ષમાં કોણ કોની સામે કઈ બેઠક પર લડી રહ્યું છે.