આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભામાં પ્રધાનોની ગેરહાજરી: વિપક્ષે સરકારની ટીકા કરી

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં બુધવારે તેમના વિભાગો માટેની બજેટ માંગણીઓ પર ચર્ચા દરમિયાન પ્રધાનોની ગેરહાજરી પર વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો.

શિવસેના (યુબીટી)ના ભાસ્કર જાધવે આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સચિવો પ્રધાનોની ચેમ્બરમાં બેસીને નિવેદનોની નોંધ લે છે.

આ પણ વાંચો: શિવસેના ઠાકરે જૂથે ‘તે’ પોસ્ટની ગંભીર નોંધ લીધી; સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ

ગૃહ, જળ સંસાધન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, સહકાર, માર્કેટિંગ અને કાપડ, પાણી પુરવઠા અને સ્વચ્છતા, અને પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના વિભાગો માટેની બજેટ માગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે વિપક્ષ દ્વારા આ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

એનસીપી (એસપી)ના જીતેન્દ્ર આવ્હાડ, અર્જુન ખોતકર (શિવસેના) અને સુરેશ ધસે (ભાજપ) જણાવ્યું હતું કે સંબંધિત ખાતાના પ્રધાનો ગૃહમાં હાજર નહોતા.

આ પણ વાંચો: શિવસેના (યુબીટી) મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષીનેતાપદ પર દાવો માંડશે: સંજય રાઉત

તેમના ગેરહાજર સાથીદારોનો બચાવ કરતાં પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે કહ્યું હતું કે પ્રધાનમંડળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

જયંત પાટીલ એનસીપી (એસપી)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ શરૂઆતમાં વિધાનસભામાં હાજર હતા અને પછી તેમને વિધાન પરિષદમાં હાજર રહેવું પડ્યું હતું અને સવાલ કર્યો હતો કે જો મુખ્ય પ્રધાન ઉપલા ગૃહમાં ચર્ચા દરમિયાન જવાબ આપી રહ્યા હતા, તો અન્ય પ્રધાનો નીચલા ગૃહમાં કેમ હાજર ન હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button