Assembly Election: ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ ચાલ્યું ‘ઝીણા’ની ચાલ, મહાવિકાસ આઘાડીની મુશ્કેલી વધારશે કે શું?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા (Maharashtra Assembly Election)ની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમુક મુસ્લિમ સંગઠનો ફરી વિભાજનવાદી એજન્ડા સાથે આગળ વધી રહ્યા છે. તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ મહારાષ્ટ્ર દ્વારા મહાવિકાસ આઘાડી (MVA)ને આપવામાં આવેલા સમર્થન પત્રમાં 17 મુદ્દાની શરતો મૂકી છે, જે 95 વર્ષ પહેલા 1929માં મુસ્લિમ લીગના વડા મોહમ્મદ અલી ઝીણાએ (પણ આવો જ) 14 મુદ્દાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નવા પ્રસ્તાવ સાથે ઓલ ઈન્ડિયા મુસ્લિમ બોર્ડે મહાવિકાસ આઘાડીની ચિંતા વધારી છે.
આ પણ વાંચો : ભાજપના પ્રચારકોથી પવાર-શિંદે મુંઝાયા, આ રીતે છેડો ફાડ્યો
48 લોકસભાના મતવિસ્તારમાં આપ્યું હતું સમર્થન
મહારાષ્ટ્રના ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડે 7 ઑક્ટોબરના એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2023માં મુંબઈમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે સાથે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો અને એ અનુસાર તમામ 48 લોકસભા મતવિસ્તારોમાં તેમણે MVAને સમર્થન આપ્યું હતું, જેને કારણે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી. હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ અમે MVA સમક્ષ 17 માગણી મૂકી રહ્યા છીએ. જો રાજ્યમાં MVAની સરકાર બને તો અમારી 17 માગણી પૂરી થવી જોઇએ.
દસ ટકા અનામત, મૌલાનાને પેન્શન સહિત અન્ય માગણી સ્વીકારવી પડશે.
ભૂતકાળની વાત કરીએ તો મોહમ્મદ અલી ઝીણાએ 28 માર્ચ, 1929ના રોજ ભારતના ભાગલા પાડતી 14 મુદ્દાની દરખાસ્ત રજૂ કરી હતી. ઉલેમા બોર્ડે પણ હવે પોતાની માગણી રજૂ કરી છે, જે મોહમ્મદ અલી ઝીણાની દરખાસ્તો સાથે એના સમાન છે. ઉલેમા બોર્ડ વક્ફ બિલનો વિરોધ કરે છે, નોકરીઓ અને શિક્ષણમાં મુસ્લિમો માટે 10 ટકા અનામત માગે છે, મહારાષ્ટ્ર વક્ફ બોર્ડના વિકાસ માટે રુપિયા 1,000 કરોડની માગણી કરે છે, મૌલાના સલમાન અઝહરીને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરે છે, મસ્જિદના ઇમામો અને મૌલાનાઓને દર મહિને 15,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે. આવી અનેક માગણી તેમણે કરી છે અને કૉંગ્રેસના નાના પટોલે અને એનસીપીના જયંત પાટીલે તેમની માગણીને સ્વીકારી પણ છે.
આ પણ વાંચો : અપક્ષો-બળવાખોરો પાસે સત્તાની ચાવી?
અત્યાર સુધીમાં શિવસેના (યુબીટી)એ મૌન સેવ્યું
ઉલેમા બોર્ડના સમર્થનના પત્રની સાથે કૉંગ્રેસના નાના પટોલે અને એનસીપી (શરદ પવાર) જૂથના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલના હસ્તાક્ષરવાળો ઉલેમા બોર્ડને મોકલવામાં આવેલો પત્ર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંને નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં સમર્થન આપવા બદલ ઉલેમા બોર્ડનો આભાર માન્યો હતો. જો MVAની સરકાર બની તો તેમની માગણી પૂરી કરવાની ખાતરી પણ આપી છે. જોકે, આ પત્ર વાયરલ થતા જ બંને નેતાઓના પગ નીચેની જમીન સરકી ગઇ છે. તેઓ અસ્વસ્થ થઇ ગયા છે અને કહી રહ્યા છે કે તેમણે આવો કોઇ પત્ર આપ્યો નથી. આ મુદ્દે શિવસેના (યુબીટી)એ હજી સુધી મૌન જાળવી રાખ્યું છે, પણ એક વાત તો સ્પષ્ટ છે કે વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ સંગઠનો ખુલ્લેઆમ MVAનું સમર્થન કરી રહ્યા છે.
આ પણ વાંચો : Assembly elections: ભાજપ પૂરી ક્ષમતા સાથે મેદાનમાં, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપ આધ્યક્ષ સભાઓ ગજવશે
બ્લેકમેઈલ કરવામાં ઉલેમા બોર્ડ કેટલું સફળ?
MVAના ઉમેદવારો પણ ચૂંટણી સભાઓમાં મુસ્લિમોની વકાલત કરી રહ્યા છે અને લઘુમતી સમુદાયને પોતાની તરફ આકર્ષવા માટે અનેક પ્રકારના વચનો પણ આપી રહ્યા છે. મુસ્લિમ સંગઠનો મહાયુતિના ઉમેદવારોને હરાવવા માટે MVAના ઉમેદવારોને મત આપવાની હાકલ કરી રહ્યા છે. કદાચ આ જ કારણે AIMIM જેવી મુસ્લિમ પાર્ટીએ તેમના ઓછા ઉમેદવાર ઊભા રાખ્યા છે, કારણ કે તેમને પણ ખાતરી જ છે કે મુસ્લિમ સમુદાય MVAને જ મત આપશે. ઉલેમા બોર્ડ સ્પષ્ટપણે જ બ્લેકમેઇલિંગ કરી રહ્યું છે, પણ નવાઇની વાત એ છે કે કેટલાક મતો માટે થઇને MVAએ ઉલેમા બોર્ડને સમર્થન આપી રહ્યું છે. તેમનું આ બ્લેકમેઇલિંગ કેટલું સફળ રહે છે એ તો આવનારો સમય જ કહેશે.