આમચી મુંબઈમહારાષ્ટ્ર

આ તારીખ સુધીમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થશે, જાણો ચૂંટણી પંચે શું કહ્યું…

મુંબઈ: ‘મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે’ આ જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી છે. ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મહારાષ્ટ્ર પ્રવાસે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 26 નવેમ્બર સુધીમાં કરાવી દેવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રના ત્રણ દિવસીય મુલાકાતે હતી. આ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી અને વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો :…લોકો તારો બંદોબસ્ત કરશેઃ આવું કોને કહ્યું શરદ પવારે?

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે આ દરમિયાન તેઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા અને તેઓએ અમને દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવા જણાવ્યું હતું. રાજકીય પક્ષોએ અધિકારીઓની બદલીમાં પારદર્શિતાની માંગ કરી હતી અને 17Cની જોગવાઈની પણ માંગ કરી હતી. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 17Cની નકલ પોલિંગ એજન્ટને આપવામાં આવશે. કોઈ ખોટા અને ભ્રામક સમાચાર ન ફેલાવે તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવાની રહેશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મહારાષ્ટ્રમાંકુલ મતદારોની સંખ્યા 9.59 કરોડની છે. અહીં એક લાખ 186 જેટલા મતદાન મથકો છે. શહેરી વિસ્તારોમાં 42,585 બૂથ છે અને ગ્રામીણ વિસ્તારોમાં 57,601 બૂથ છે, તેમણે કહ્યું હતું કે મતદાન મથકો પર તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે વરિષ્ઠ નાગરિકો મતદાન મથક પર આવીને મતદાન કરી શકે તેમ નથી તેમની માટે ઘરેથી મતદાનની વ્યવસ્થા ઉપલ્બધ કરાવવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે અમે 90 મિનિટમાં સમસ્યાનો ઉકેલ લાવીશું.

આ પણ વાંચો :દસમાંથી દસ બેઠક પર વિજય! જાણો શું થયું મુંબઈ યુનિવર્સિટીના Senate Electionsમાં…

ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ હશે તો ….

મુખ્ય ચૂંટણી કમિશનરે ઉમેર્યું હતું કે જે ઉમેદવારો પર ગુનાહિત કેસ હશે તેમણે અખબારમાં ત્રણ વખત તે મામલાઓની માહિતી આપવી પડશે. રાજકીય પક્ષોએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપવા અંગે તેની જાણકારી પેપરમાં આપવી પડશે અને તે જણાવવું પડશે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને શા માટે ટિકિટ આપવામાં આવી રહી છે? અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ કેમ ન અપાઈ? આ અંગે જનતાને જાણ થવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button