આમચી મુંબઈમહારાષ્ટ્રવિજ્ઞાન અને ટેકનોલોજી

Assembly Election: મહારાષ્ટ્ર ‘મહાસંગ્રામ’: સીએમ પદના દાવેદારો કેટલા?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે તમામ પાર્ટીએ ચૂંટણીની તૈયારી કરી છે. સીટ શેરિંગ પછી પણ મહાગઠબંધન (મહાયુતિ અને મહાવિકાસ આઘાડી)માં છેલ્લી ઘડી સુધી ખેંચાખેંચી ચાલી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલીવાર ૬ મોટી પાર્ટીના લગભગ એક ડઝન મુખ્ય પ્રધાનપદના ઉમેદવારો છે, જેમાં સૌથી વધુ સીએમ પદના ઉમેદવારો કોંગ્રેસમાં છે. ઓલ્ડ ગ્રાન્ડ પાર્ટીમાં હાલ ઓછામાં ઓછા ૪ એવા ચહેરા છે જેઓ મુખ્ય પ્રધાન પદના દાવેદાર છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા જ મહાયુતિમાં વિવાદ, ભાજપના નેતાના વિવાદાસ્પદ નિવેદનથી મચ્યો ખળભળાટ

શરદ પવારની પાર્ટી એનસીપીમાં અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં આવા બે ચહેરા છે, જેઓ ભવિષ્યમાં મુખ્ય પ્રધાન બનવાની ચર્ચા છે.

આ ૮ ચહેરા સિવાય ૩ ચહેરા એવા છે જેમણે ખુલ્લેઆમ મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેમાં એક તો એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે અને અજિત પવાર. ચાલો, જાણીએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના આ તમામ દાવેદારો વિશે.

આ પણ વાંચો : માનવતા મહેંકી: એકનાથ શિંદેએ કાફલો રોકીને જખમી યુવકને કરી મદદ

શરૂઆત કરીએ એકનાથ શિંદેથી

વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પાર્ટી શિવસેના (શિંદે) મહારાષ્ટ્રમાં લગભગ ૮૦ સીટ પર ચૂંટણી લડી રહી છે. ૨૦૨૨માં જ્યારે એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે તેમની પાસે માત્ર ૪૦ ધારાસભ્યો હતા. પરંતુ ભાજપે તેમને મુખ્ય પ્રધાનની ખુરશી સોંપી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ વખતે પણ આવું સમીકરણ રચાય છે તો શિંદેને સીએમ પદ મળી શકે છે.
અજિત પવારે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : નામ એક, ઉમેદવાર અનેક;વિધાનસભાની ચૂંટણીમાં મતદારોમાં અસમંજસ, અનેક મતવિસ્તારોમાં એકસરખા નામના ઉમેદવારો

એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે અનેક જાહેર મંચ પર સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અજિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે હું ડેપ્યુટીથી આગળ વધી શકતો નથી. કહેવાય છે કે અજિતે સીએમ પદ માટે જ શરદ પવાર સામે બળવો કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરે સતત માંગ કરી રહ્યા છે

શિવસેના (ઉદ્ધવ જૂથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સીએમની રેસમાં છે. ઉદ્ધવની પાર્ટીએ વારંવાર ઇન્ડિ ગઠબંધનના પક્ષો પાસે તેમને સીએમ ચહેરા તરીકે જાહેર કરવાની માંગ કરી છે. ૨૦૧૯માં, જ્યારે શરદ પવાર અને કોંગ્રેસના સમર્થનથી મહાવિકાસ આઘાડીની સરકાર બનાવવામાં આવી હતી, ત્યારે ઉદ્ધવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ સમય સાધ્યો: નાર્વેકરની શિંદે સેનાના નેતા સાથે મુલાકાત…

ભાજપમાં સીએમ પદ માટે ૨ દાવેદાર

ભારતીય જનતા પાર્ટી હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છે. દેવેન્દ્ર ફડણવીસ ભાજપ તરફથી ડેપ્યુટી સીએમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સરકાર બનશે તો ફડણવીસ સીએમ બની શકે છે. હાલમાં જ ભાજપ કાર્યાલયમાં ફડણવીસ સાથે જોડાયેલા એક પોસ્ટરે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જો ફડણવીસના નામ પર કોઈ સહમતિ ન બને તો વિનોદ તાવડેને પણ સીએમ પદ મળી શકે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન તાવડે હાલમાં રાષ્ટ્રીય મહાસચિવ છે.

આ પણ વાંચો : આઠ નવેમ્બરથી ચાર દિવસમાં વડા પ્રધાન મોદીની 9 ચૂંટણીસભા

શરદ પવારની પાર્ટીમાં ૨ સીએમ ઉમેદવાર

શરદ પવારને છોડીને એનસીપી (શરદ)માં મુખ્ય પ્રધાન પદ માટે બે મુખ્ય દાવેદારો છે. આમાં પહેલું નામ સુપ્રિયા સુળે અને બીજું નામ જયંત પાટીલ છે. સુપ્રિયા સુળે શરદ પવારની પુત્રી અને એનસીપી (શરદ)ના કાર્યકારી અધ્યક્ષ છે. જ્યારે તાજેતરમાં પવારે એક રેલીમાં કહ્યું કે હું ઈચ્છું છું કે જયંત મોટી જવાબદારીઓ સંભાળવા તૈયાર રહે.

કોંગ્રેસમાંથી સીએમ પદ માટે ૪ દાવેદાર

જૂની ગ્રાન્ડ પાર્ટી કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન પદ માટે સૌથી વધુ ૪ દાવેદાર છે. જેમાં નાના પટોલે, બાલા સાહેબ થોરાટ, વિજય વડેટ્ટીવાર અને પૃથ્વીરાજ ચવ્હાણના નામો મુખ્ય છે. પૃથ્વીરાજ ચવ્હાણ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો ” Election: થાણેમાં મતદાન આચારસંહિતા ભંગની 88 ટકા ફરિયાદોનું 100 મિનિટમાં જ નિરાકરણ…

હાલમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે સીએમ પદ માટે સૌથી આગળ છે. પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. બાળાસાહેબ થોરાટ હાઈકમાન્ડના નજીકના ગણાય છે. તાજેતરમાં સીટની વહેંચણીનો મામલો અટવાયો હતો ત્યારે હાઈકમાન્ડની સૂચનાથી કોંગ્રેસે થોરાટને આગળ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker