મહારાષ્ટ્ર ચૂંટણીઃ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર, મોદી-શાહે મારી મંજૂરી!
Maharashtra Assembly Election 2024: ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈ CEC બેઠકમાં ભાગ લેવા ભાજપ હેડક્વાર્ટર આવ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, રાજનાથસિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવી શકે છે.
Election Special: મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટાની 75 બેઠક ‘સરકાર’નું ભાવિ નક્કી કરશે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઓક્ટોબરે નોટિફિકેશન જાહેર થશે, નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હશે એટલે ત્યાં સુધીમાં ફોર્મ ભરી શકાશે. નોમિનેશન સ્ક્ટિની 30 ઓક્ટોબરે થશે જ્યારે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર રહેશે.
ચૂંટણી પૂર્વે અજિત પવારને ફટકોઃ મેયર સહિત ૬૦૦ કાર્યકરોએ રાજીનામું આપ્યું
2019 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મહત્ત્વના મુદ્દા
કુલ બેઠકો- 288
એસસી માટે અનામત-29
એસટી માટે આરક્ષિત- 25
મતદારોની સંખ્યા- 8,95,62,706
ગયા વખતે મતદાન મથકો – 95,473
21 ઓક્ટોબર 2019ના રોજ તમામ બેઠકો પર એક તબક્કામાં મતદાન થયું હતું.
પરિણામો 24 ઓક્ટોબર 2019 ના રોજ આવ્યા
2019ની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી?
ભાજપ- 105
કોંગ્રેસ-44
એનસીપી (અવિભાજિત)-54
શિવસેના (અવિભાજિત)-56
એસપી-2
એઆઈએમઆઈએમ-2
સીપીઆઈ(એમ)-1
2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અવિભાજિત શિવસેના દ્વારા યુતિમાં લડવામાં આવી હતી.