મહારાષ્ટ્રના અમરાવતીમાં ‘વિચારા ઇસ્લામ’ના પોસ્ટરો: પ્રધાને પોલીસ રિપોર્ટ મગાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે અમરાવતીના અધિકારીઓને ‘વિચારા ઇસ્લામ’ (ઇસ્લામને પૂછો)ના નારાવાળા પોસ્ટરો શહેરમાં કેવી રીતે દેખાયા તે શોધી કાઢવા અને આ અભિયાનમાં સામેલ લોકોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
અમરાવતી જિલ્લાના પાલક પ્રધાન બાવનકુળેએ અમરાવતી શહેર પોલીસ કમિશનરને પોસ્ટરના મુદ્દે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ભાજપના પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આ પોસ્ટરો લગાવનારાઓ પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.
આપણ વાચો: દિલ્હી યુનિવર્સિટીમાં નહીં ભણવવામાં આવે ઇસ્લામ-પાકિસ્તાન-ચીન પરના કોર્સ; આ કોર્સ ઉમેરવામાં આવ્યો
‘થોડા મહિના પહેલાં ‘આઈ લવ મોહમ્મદ’ સંદેશવાળા પોસ્ટરો (દેશના કેટલાક ભાગોમાં) પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને હવે ‘વિચારા ઇસ્લામ’ લખેલા પોસ્ટરો (અમરાવતી શહેરમાં) સામે આવ્યા છે. આ સ્વીકાર્ય નથી. કોઈએ કાયદો પોતાના હાથમાં લેવો જોઈએ નહીં,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
અમરાવતીના પોલીસ કમિશનર અરવિંદ ચાવરિયા સાથે વાત કરતા બાવનકુળેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમરાવતીમાં સામાજિક સંવાદિતાને કોઈપણ સંજોગોમાં ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.
આપણ વાચો: ‘ઈરાનમાં ઇસ્લામિક સાશનનો અંત જરૂરી’ ખામેનીના ભત્રીજાએ કર્યું બળવાનું અહવાન?
પંચવટી ચોક વિસ્તારમાં લગાવવામાં આવેલા પોસ્ટરોમાં હૈદરાબાદ અને ચેન્નઈથી સંચાલિત ટોલ-ફ્રી નંબર આપવામાં આવ્યો હતો અને તેના પર ‘આઈસીસી’ નામના અક્ષરો લખેલા હતા, આ બધાનો ઉલ્લેખ કરતાં તેમણે આ સંક્ષેપનો અર્થ શું છે તે અંગે સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે જાણવા માંગ્યું હતું કે શું આ વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવા માટે પોલીસ કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી પૂર્વ પરવાનગી લેવામાં આવી હતી કે નહીં. તેમણે પોલીસને આ ઘટના પાછળના હેતુની તપાસ કરવા અને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટનો ઉલ્લેખ કરતા, બાવનકુળેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા કૃત્યો સહન કરવામાં આવશે નહીં.



