મહાપ્રીત થાણેમાં ક્લસ્ટર યોજના માટે 5 હજાર કરોડ એકત્ર કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેમાં મહત્વાકાંક્ષી શહેરી પુનર્નિર્માણ કાર્યક્રમ હેઠળ ક્લસ્ટર યોજનાનો અમલ કરતી કંપની મહાપ્રીતને રવિવારની કેબિનેટની બેઠકમાં ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝના સ્વરૂપમાં રોકાણકારો પાસેથી 5 હજાર કરોડનું ભંડોળ એકઠું કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં અટકી પડેલા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે: એકનાથ શિંદે
આ યોજનામાં 6 હજાર 49 કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને ટેકડી બાંગ્લા, હજુરી અને કિસન નગર વિસ્તારોમાં ક્લસ્ટર હાઉસિંગ પ્રોજેક્ટ્સ કરવામાં આવશે. એ જ રીતે ચાવિન્દ્રે, ભિવંડીના પોગાંવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ફ્લેટ, ચંદ્રપુર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના મ્હાડાના કોસરામાં ફ્લેટ, યવતમાલ અને વડગાંવમાં ફ્લેટ, થાણે, નાગપુર અને પુણે નગરપાલિકાઓમાં રિન્યુએબલ એનર્જી ખર્ચ બજેટ મોડલ પર આધારિત પ્રોજેક્ટ, ઈવી પાર્ક, મેડિસિટી, મેન્ગ્રોવ પાર્ક, મુંબઈ મેટ્રોપોલિસમાં કેમિકલ હબ, ડિજિટલ યુનિવર્સિટી પ્રોજેક્ટ્સ પણ અમલમાં આવશે. આ તમામ પ્રોજેક્ટ પર મળીને રૂ. 10 હજાર કરોડનો ખર્ચ થશે એવી માહિતી મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા આપવામાં આવી છે.